ETV Bharat / bharat

વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકાના સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી, પ્રાદેશિક સુરક્ષાના પડકાર પર કરી ચર્ચા - હિન્દ-પ્રશાંત

વિદેશ પ્રધાન એસ. જયશંકરે અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોઈડ ઓસ્ટિન સાથે ઉસ્માભેર મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે બંને દેશ વચ્ચે રાજકીય અને સંરક્ષણ ભાગીદારીને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી.

વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકાના સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી, પ્રાદેશિક સુરક્ષાના પડકાર પર કરી ચર્ચા

author img

By

Published : May 29, 2021, 11:39 AM IST

  • વિદેશ પ્રધાન જયશંકરે અમેરિકાના સંરક્ષણ પ્રધાન સાથે મુલાકાત કરી
  • બંને દેશ વચ્ચે રાજકીય અને સંરક્ષણ ભાગીદારીને વધારવા પર ચર્ચા થઈ
  • કેટલાક પ્રાદેશિક સુરક્ષાના પડકાર અંગે પણ ચર્ચા કરવામાં આવી

અમેરિકાઃ વિદેશ પ્રધાન એસ. જયશંકરે શનિવારે અમેરિકાના સંરક્ષણ પ્રધાન લોઈડ ઓસ્ટિન સાથે પેન્ટાગનમાં મુલાકાત કરી હતી. તે દરમિયાન બંને નેતાઓએ અનેક પ્રાથમિકતાઓ અંગે પણ ચર્ચા કરી હતી. આ સાથે જ કેટલાક પ્રાદેશિક સુરક્ષાના પડકાર અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે અમેરિકાના સંરક્ષણ વિભાગે માહિતી આપી હતી.

આ પણ વાંચો- ભારત-અમેરિકા ભાગીદારી અંગે એસ. જયશંકર જેક સુલિવન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થઈ

બાઈડન રાષ્ટ્રપતિ બન્યા પછી જયશંકર પહેલા પ્રધાન છે, જેમણે અમેરિકાની મુલાકાત લીધી

વિદેશ પ્રધાન જયશંકર અમેરિકાના પ્રવાસે છે. તેઓ 20 જાન્યુઆરીએ જો બાઈડનના અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી પહેલી વખત અમેરિકાનો પ્રવાસ કરનારા ભારતના પહેલા પ્રધાન બન્યા છે. આ બેઠક પછી ઓસ્ટિને ટ્વિટ કર્યું હતું કે, વિદેશ પ્રધાન ડો. એસ. જયશંકર સાથે મારી મુલાકાત શાનદાર રહી હતી. માર્ચમાં તેમણે ખૂબ જ શાલીનતાથી અમારી મહેમાનગતિ કરી હતી. આજે તેમને આવો જ સત્કાર આપવા માટે મને સૌભાગ્ય મળ્યું. સંરક્ષણ વિભાગ ભારતની સાથે અમારી ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે લોકો એક મુક્ત અને ખૂલ્લા હિન્દ-પ્રશાંતને જાળવી રાખવા માટે મળીને કામ કરતા રહીશું.

આ પણ વાંચો- વિદેશ પ્રધાન એસ. જયશંકર આજથી પાંચ દિવસની અમેરિકાની મુલાકાતે

ભારત અને અમેરિકાની સુરક્ષા અંગે વિવિધ ચર્ચા થઈ

અમેરિકી સંરક્ષણ વિભાગના મુખ્યાલય પેન્ટાગનના પ્રેસ સચિવ જોન કિર્બીએ જણાવ્યું હતું કે, ઓસ્ટિન અને જયશંકરે ભારત અને અમેરિકાની રાજકીય ભાગીદારીમાં પ્રાથમિકતા અંગે ચર્ચા કરી હતી. આ સાથે જ સુરક્ષા અંગે પણ અનેક ચર્ચા થઈ હતી. તેમણે બેઠકની વિગત આપતા જણાવ્યું હતું કે, ઓસ્ટિન અને જયશંકરે મુક્ત અને ખૂલ્લા હિન્દ-પ્રશાંત વિસ્તારને યથાવત રાખવા અને ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.