- રાજસ્થાનમાં એક સાથે 100 લોકો થયા ફૂડ પોઈઝનિંગનો (Food Poisoning) શિકાર
- ચુરુ જિલ્લાના સરદારશહેર નગરમાં લગ્ન સમારોહમાં ભોજન લીધા પછી બધા પડ્યા બીમાર
- બાળકો, મહિલાઓ, વડીલ અને પુરુષો પણ ફૂડ પોઈઝનિંગનો (Food Poisoning) શિકાર
ચુરુઃ જિલ્લાના સરદારશહેર નગરમાં ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)નો મોટો કેસ સામે આવ્યો છે. અહીં લગ્ન સમારોહમાં ભોજન સમારોહ પછી લગભગ 45 બાળકો સહિત 100થી વધુ લોકો બીમાર પડ્યા છે. હોસ્પિટલમાં પૂરી રાત ફૂડ પોઈઝનિંગ (Food Poisoning)ના શિકાર બાળકો, વડીલો, મહિલાઓ અને પુરુષોનું આવવાનું શરૂ જ હતું. હોસ્પિટલમાં લોકોની ભારી ભીડ થવાની સાથે ભાગદોડ મચી ગઈ હતી.
આ પણ વાંચો- બનાસકાંઠા : ધાનેરામાં એક જ પરિવારના 6 લોકોને food poisoning, 2ના મોત
4 પુત્રીના એક સાથે લગ્ન હોવાથી મોટી સંખ્યામાં આવ્યા હતા જાનૈયાઓ
આપને જણાવી દઈએ કે, એક બેડ પર 2-2, 3-3 દર્દીઓ રાખવા છતા બેડ ઓછા પડી ગયા હતા. તો દર્દીઓને જમીન પર લેટાવી તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સરદારશહેરના વોર્ડ સંખ્યા 44માં કાલુ કુચામણિયાની 4 પુત્રીના એક જ દિવસે લગ્ન હતા. આમાં 2 વરરાજા બીદાસર, એક વરરાજા લાડનુ અને એક વરરાજા જોધપુરથી જાનૈયાઓ સહિત સરદારશહેર પહોંચ્યા હતા. બુધવારે સાંજે 4 વાગ્યા સુધી ભોજન સમારોહ ચાલ્યો હતો. ત્યારબાદ જાન રવાના થઈ હતી.
આ પણ વાંચો- સીતાપુર ખાતે વિવાહ ભોજનના કાર્યક્રમમાં 50 લોકોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ
રાત્રે 2 વાગ્યા પછી જોતજોતામાં હોસ્પિટલમાં દર્દીઓની ભીડ ઉમટી
આ અંગે મળતી માહિતી અનુસાર, ભોજન પછી ત્રણથી ચાર કલાક પછી જ અનેક લોકોને પેટમાં દુખાવો, ઉલ્ટી અને ઝાડા થઈ ગયા હતા. ફૂડ પોઈઝનિંગના કારણે લોકોની હાલત ખૂબ જ ખરાબ થયા પછી તેમને મિની બસ અને ઓટોમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. રાત્રે 2 વાગ્યા પછી પીડિતોએ હોસ્પિટલમાં જવાનું શરૂ કર્યું હતું. જોતજોતામાં હોસ્પિટલમાં ભીડ જમા થઈ ગઈ હતી.
હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ રાતોરાત હોસ્પિટલ આવી પહોંચ્યો
મોટી સંખ્યામાં બીમાર લોકો આવવાના કારણે હોસ્પિટલના પ્રભારીએ મોડી રાત્રે પૂરા મેડીકલ સ્ટાફને બોલાવ્યો હતો અને સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલમાં આખી રાત દર્દીઓ આવતા રહ્યા હતા. તો કેટલાક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા. સરદારશહેર પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને સમગ્ર મામલાની જાણકારી મેળવી હતી.