- ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સને સરકારે સોંપ્યું કામ
- ફૂડ ડિલિવરી કંપનીઓ ચૂકવશે 5 ટકા જીએસટી
- સરકારે ટેક્સ કલેક્શન સેન્ટર બદલ્યું છે, ટેક્સ નથી વધ્યો
હૈદરાબાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 45મી બેઠકમાં સ્વિગી અને ઝોમેટો જેવી ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સને ટેક્સ નેટ હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 1 જાન્યુઆરી 2022થી ફૂડ ડિલિવરી કંપનીઓએ દરેક ડિલિવરી પર 5 ટકા જીએસટી ચૂકવવો પડશે. નાણાંપ્રધાન નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર, 5 ટકાનો આ કર ગ્રાહક પાસેથી ડિલિવરીના સ્થળે લેવામાં આવશે. કાઉન્સિલના આ નિર્ણય બાદ ચર્ચા છે કે હવે ઓનલાઈન ફૂડ ઓર્ડર આપવો મોંઘો થઈ જશે, પણ એવું નથી.
ટેક્સ વધ્યો નથી, કલેક્શન પોઇન્ટ બદલાયા છે
ગ્રાહક ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે જેટલી રકમ ચૂકવે છે તેટલી જ રકમ ચૂકવશે. કારણ કે એક ભ્રમણા છે કે અત્યારે ગ્રાહકને ઓનલાઈન અથવા એપ મારફતે ફૂડ પહોંચાડવા માટે 5 ટકા જીએસટી ચૂકવવો પડતો નથી. ગ્રાહકો હજુ પણ તેમના તમામ ઓર્ડર પર 5 ટકા જીએસટી ચૂકવી જ રહ્યાં છે. આપણા ટેક્સનો 2.5 ટકા CGST અને 2.5 ટકા SGST ને જાય છે. અત્યારે ગ્રાહકો આ ટેક્સ રેસ્ટોરાંમાં ચૂકવી રહ્યાં છે. જ્યારે 1 જાન્યુઆરી, 2022થી તફાવત માત્ર એટલો જ રહેશે કે આ ટેક્સ ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સ સ્વિગી અને ઝોમેટોના ખાતામાં જશે. પછી આ કંપનીઓની જવાબદારી રહેશે કે તેઓ આ નાણાં સરકારને પહોંચાડે.
સ્વિગી અને ઝોમેટો પર કામનું ભારણ વધશે
ભારત સરકારના મહેસૂલ સચીવ તરુણ બજાજે પણ કહ્યું હતું કે ઓનલાઈન ફૂડ મંગાવતાં ગ્રાહકો પર કોઈ નવો કર નથી. બસ ટેક્સ વસૂલવાની સિસ્ટમ રેસ્ટોરન્ટ્સમાંથી ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સને ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ગ્રાહક પાસેથી જીએસટી વસૂલ્યાં પછી પણ ઘણી રેસ્ટોરન્ટ્સ ઓથોરિટીને ટેક્સ ભરતી નહોતી, તેથી કલેક્શન પોઇન્ટ બદલવામાં આવ્યો છે. આ ફેરફારથી ગ્રાહકના બિલને અસર નહીં થાય. આ ટેક્સ ચોક્કસપણે સ્વિગી અને ઝોમેટો પર કામનો બોજ વધારશે. ટેક્સ ન ભરાવવાને કારણે સરકારને 2019-20 અને 2020-21માં બે હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ગૂગલ અને બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ (બીસીજી) અનુસાર ભારતનું ઓનલાઈન ફૂડ ઓર્ડરિંગ માર્કેટ 2022 સુધીમાં વર્તમાન $ 4 અબજથી વધીને 7.5-8 અબજ ડોલર થવાની ધારણા છે. આ દરમિયાન બજારનો સંયોજન વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 25થી 30 ટકા રહેવાની ધારણા છે. તેથી સરકાર આ વિસ્તારમાં કરચોરી અટકાવવા માટે નવા પગલાં અજમાવી રહી છે.
તો પછી એપ કરતાં બિલ સસ્તું કેમ આવે છે
સ્વિગી અને ઝોમેટો સિવાય હોમ ડિલિવરી કંપની ગ્રાહકોને ડિસ્કાઉન્ટ કૂપન દ્વારા બિલમાં ડિસ્કાઉન્ટ આપે છે. ગ્રાહકને રેસ્ટોરન્ટ સ્તરે આ ડિસ્કાઉન્ટ મળતું નથી. જોયું હશે કે જ્યારે તમે ઓર્ડર કરો છો, ત્યારે બિલ વધુ હોય છે. બાદમાં તમે અંતિમ ચૂકવણી પહેલાં કૂપન કોડ દાખલ કરો છો પછી બિલની રકમ ઓછી થાય છે. એટલે કે, જ્યારે તમે એપ્લિકેશન પર ફૂડ ઓર્ડર કરો છો, ત્યારે 5 ટકા જીએસટીની રકમ તેના મૂળ દરમાં ઉમેરવામાં આવે છે. જીએસટી ઘણી વખત એપ અથવા ઓનલાઈન પ્રદર્શિત ખાદ્ય ઉત્પાદનોની કિંમતમાં ઉમેરવામાં આવે છે. તેથી, રેસ્ટોરન્ટમાં ખાવુંં ઘણીવાર ઓનલાઈન ઓર્ડર કરતાં મોંઘું હોય છે.
શું એપ્લિકેશન ઓનલાઈન વપરાશકર્તાઓને ખિસ્સામાંથી ડિસ્કાઉન્ટ આપે છે
ઝોમેટો અથવા સ્વિગી જેવા ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સના બિઝનેસ રેવન્યૂ મોડલને સમજો. આવી કંપનીઓ મુખ્યત્વે ત્રણ પ્રાથમિક સ્ત્રોતોમાંથી આવક પેદા કરે છે. પ્રથમ જાહેરાત વેચાણ એટલે કે જાહેરાત, બીજો સરચાર્જ ઓનલાઈન ઓર્ડર પર. ત્રીજો સ્રોત કાયમી સભ્યપદ છે. જ્યારે ગ્રાહક આ એપ્લિકેશન્સમાંથી ઓર્ડર આપે છે તો રેસ્ટોરાં સિવાય પણ અન્ય ઘણી જાહેરાતો જૂએ છે. એગ્રીગેટર્સને આ જાહેરાતો માટે નાણાં મળે છે. એ ઉપરાંત કેટલીક પ્રોડક્ટ એવી છે જેના માટે ગ્રાહકો સરચાર્જ પણ ચૂકવે છે. સભ્યપદ માટે ગ્રાહક કંપનીને અલગથી ચૂકવણી કરે છે. કંપની આ તમામ કમાણી ડિસ્કાઉન્ટ ઓફર અને તેની બ્રાન્ડની જાહેરાતમાં પણ ખર્ચ કરે છે. આ ખર્ચને કારણે ઝોમેટો ખોટ કરતી કંપની ગણવામાં આવે છે.
શરત એ છે કે...
આટલું જાણ્યાં બાદ તમે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરો છો તો ચિંતા કરશો નહીં. તમારા ખિસ્સા પર જીએસટી ચાર્જમાં કરવામાં આવેલા ફેરફારથી કોઈ ફરક પડશે નહીં. શરત એ છે કે રેસ્ટોરન્ટવાળા એટલે કે જ્યાંથી તમે ફૂડ ઓર્ડર કરો છો, એ જ પ્રોડક્ટનું મૂલ્ય ન વધારી દે. જોકે એવું પણ બની શકે કે Swiggy અને Zomato કંપનીઓ તેમની ઓફરમાં GSTમાંથી જ રાહત આપી દે.
આ પણ વાંચોઃ દેશના 125 શહેરમાં સ્વિગીની અનોખી સેવા, ઘરે પહોંચાડી રહ્યું છે રોજિંદા વસ્તુઓ
આ પણ વાંચોઃ પહેલા ક્વાર્ટરમાં ઝોમેટોની ખોટ વધીને 356 કરોડ રૂપિયા પર પહોંચી