નવી દિલ્હી/ગાઝિયાબાદ: ગાઝિયાબાદની એક શાળામાં બજરંગ દળના લોકો દ્વારા હંગામો કરવાનો મામલો સામે આવ્યો છે. આ લોકોનો આરોપ છે કે, શાળામાં સાતમા ધોરણના એક બાળકે બેન્ચ પર જય શ્રી રામ લખ્યું હતું, ત્યારબાદ શિક્ષકે તેના મોં પર પ્રવાહી લગાવી દીધું હતું. બાદમાં થિનરથી આ પ્રવાહી ભૂસી નાખવામાં આવ્યું, જેના કારણે બાળક એકદમ ડરી ગયો હતો. બજરંગ દળના જણાવ્યા અનુસાર શિક્ષકે માફી માંગી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે શિક્ષકને હાલમાં શાળામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી શાળા તરફથી આ મામલે કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી.
શું છે સમગ્ર મામલો: આ મામલો ગાઝિયાબાદના મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તારની હોલી ટ્રિનિટી ચર્ચ સ્કૂલ સાથે સંબંધિત છે. સોમવારે બજરંગ દળના લોકો શાળાએ ધસી આવ્યા હતાં અને પ્રિન્સિપાલની સામે હંગામો મચાવ્યો હતો જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બજરંગ દળના લોકોનો આરોપ છે કે શાળામાં ભણતા સાતમા ધોરણના એક વિદ્યાર્થીએ બેન્ચ પર જય શ્રી રામ લખ્યું હતું, ત્યારબાદ શિક્ષકે તેના મોંઢા પર વ્હાઇટનર પ્રવાહી લગાવી દીધું હતું. બાદમાં થિનરને તેને ભૂસી નાખવામાં આવ્યું. આ દરમિયાન બાળક ખૂબ જ ડરી ગયો હતો. બાળકને વ્હાઇટનર લગાવીને શાળામાં રાખવામાં આવ્યો હતો. આ મામલાની ફરિયાદ પ્રિન્સિપાલને આપવામાં આવી હતી, ત્યારબાદ કહેવામાં આવ્યું હતું કે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમણે માફી પણ માંગી છે. બજરંગ દળના લોકોનું કહેવું છે કે જો બાળક સાથે બાદમાં દુર્વ્યવહાર થશે તો તેઓ કાર્યવાહીની માંગ કરશે.
પોલીસ હજી પણ આ મામલે તપાસની વાત કરી રહી છે અને પોતાનું નિવેદન જાહેર કરશે. હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ ઔપચારિક નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બજરંગ દળના સ્થાનિક નેતા ગૌરવ સિંહનું કહેવું છે કે શિક્ષકને લઈને પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ શાળાએ ખેદ વ્યક્ત કર્યો હતો.
આપને જણાવી દઈએ કે, આ પહેલા ગાઝિયાબાદની ABES એન્જિનિયરિંગ કોલેજમાં એક ઘટના સામે આવી હતી, જ્યારે એક વિદ્યાર્થીએ સ્ટેજ પર જય શ્રી રામના નારા લગાવ્યો હતો, ત્યારબાદ પ્રોફેસરે તેને સ્ટેજ પરથી હટાવી દીધો હતો. બાદમાં તે પ્રોફેસરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ મામલે હિંદુ સંગઠનોએ વ્યાપક પ્રદર્શન કર્યું હતું.