- ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે (E-commerce company Flipkart) ઓનલાઈન ફાર્મસી બિઝનેસમાં (Online pharmacy business) કરી એન્ટ્રી
- ફ્લિપકાર્ટ હવે કોલકતાની ઈ-કોમર્સ કંપની સસ્તાસુંદરનો (sastasunddar.com) મોટા ભાગનો હિસ્સો ખરીદશે
- સસ્તાસુંદર ડોટ કોમ (sastasunddar.com) ઓનલાઈન ફાર્મસી અને ડિજિટલ સેવાનું (Management of online pharmacy and digital health services) કરે છે સંચાલન
નવી દિલ્હીઃ વાલમાર્ટ (Walmart)ના માલિકીની ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ (Flipkart) કોલકાતામાં આવેલી ઈ-કોમર્સ કંપની સસ્તાસુંદર (sastaSundar)નો મોટાભાગનો હિસ્સો ખરીદશે. સસ્તા સુંદર ડોટ કોમ (sastasunddar.com) ઓનલાઈન ફાર્મસી અને ડિજિટલ આરોગ્ય સેવાઓનું સંચાલન (Management of online pharmacy and digital health services) કરે છે.
આ પણ વાંચો- કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણનું આહ્વાન- ઉદ્યોગ જગત જોખમ ઉઠાવે, ક્ષમતા નિર્માણમાં કરો રોકાણ
ફ્લિપકાર્ટ હેલ્થ પ્લસ નામની નવી કંપની શરૂ કરશે
શુક્રવારે ફ્લિપકાર્ટે સંપાદન કરારની (Flipkart acquisition agreement) રકમનો ખૂલાસો કર્યા વિના કહ્યું હતું કે, તેઓ આ સમજૂતીની સાથે આરોગ્ય સંભાળ અને ઓનલાઈન ફાર્મસીના (online pharmacy) ક્ષેત્રમાં પ્રવેશ કરશે અને ફ્લિપકાર્ટ હેલ્થ પ્લસના (Health Plus) નામે નવી કંપની શરૂ કરશે.
સસ્તાસુંદર કંપનીએ હિસ્સો વેચવા સમજૂતી કરી
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સસ્તાસુંદરમાં મોટા ભાગનો હિસ્સો ખરીદવા માટે નિશ્ચિત સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. ઈ-કોમર્સ કંપની સસ્તાસુંદર સસ્તાસુંદરડોટકોમ (sastasunddar.com)ના નામથી ફાર્મસી સેવાઓનું સંચાલન કરે છે.
આ પણ વાંચો- ભારતની નિકાસમાં ગયા વર્ષની સરખામણીમાં 35 ટકાનો ઉછાળો
આ કંપનીને ફ્લિપકાર્ટ સમૂહની શક્તિનો લાભ મળશે
કંપનીએ જણાવ્યું હતું કે, ફ્લિપકાર્ટ હેલ્થ પ્લસના (Health Plus) નામથી નવી કંપની શરૂ કરશે, જેને ફ્લિપકાર્ટ સમૂહની (Flipkart set) સંયુક્ત શક્તિનો લાભ મળશે. ફ્લિપકાર્ટ હેલ્થ પ્લસ (Health Plus) લાખો ભારતીય ગ્રાહકોનું ગુણવત્તાપૂર્ણ અને સસ્તી આરોગ્ય સેવા આપવાનો પ્રયાસ કરશે. સસ્તાસુંદર કંપનીની સ્થાપના વર્ષ 2013માં બી. એલ. મિત્તલ અને રવિકાન્ત શર્માએ કરી હતી.