કાસરગોડ-કેરળ: કેરળ રાજ્યના કાસરગોડ જિલ્લામાં બંધ મકાનમાંથી 1000 રૂપિયાની નોટ મળી આવી છે. મુંડ્યાથાટુક્કાના મૂળ નિવાસી શફીના ઘરમાંથી પાંચ કોથળા ભરીને 1000 રૂપિયાની નોટ મળી આવી હતી. બઠિયાદુક્કા પોલીસે આ કેસમાં કાયદેસરની કામગીરી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો: Bihar News: હેલ્મેટ ન હોવાથી ભાગી રહેલા યુવાન પર પોલીસે ગોળી ચલાવતાં મોત
માફિયા ક્નેકનશ: પોલીસે એવા સંકેત આપ્યા છે કે, જે લોકો આ ઘરમાં રહેતા હતા એમના ક્નેક્શન કોઈ રીયલ એસ્ટેટ સાથે હોઈ શકે છે. અથવા તો કોઈ માફિયા સાથે હોઈ શકે છે. રાત્રીના સમયે કોઈ અજાણ્યા લોકોની આવ-જા હોઈ શકે છે. સ્થાનિકોને પોલીસે અપીલ કરી છે કે, આ કેસમાં પોલીસની મદદ કરે અને પોલીસને જાણકારી આપે. સબ ઈન્સ્પેક્ટર વિનોદકુમારના નેતૃત્વમાં ટીમ કામ કરી રહી છે. એક ટીમને સર્વેલન્સ માટે તૈયાર કરવામાં આવી છે.આ કેસમાં પોલીસે જુદા જુદા પાસા પર તપાસ શરૂ કરી દીધી છે. નોટના બંડલ ગણવાનું કામ પણ ચાલું કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Manish Kashyap Case: બિહારમાં મનીષ કશ્યપની પૂછપરછ પૂર્ણ, તમિલનાડુ પોલીસ લઈ શકે છે રિમાન્ડમાં
બ્લેકમની માટે: વર્ષ 2016માં નોટબંધી કરવામાં આવી હતી. સરકાર તરફથી એવું એલાન કરવામાં આવ્યું હતું કે, 1000 રૂપિયાની નોટ બંધ કરી દેવામાં આવશે. આ માટે સરકાર તરફથી સમય પણ આપવામાં આવ્યો હતો. એના બદલામાં બીજી નોટ પણ શરૂ કરવામાં આવી હતી. કેટલાક લોકો વધારે પડતી રકમ આપવાના મામલે પકડાઈ જવાના ડરથી પૈસા જમા કરાવતા ન હતા. સમયે સરકારે 2000ની નોટ પણ બહાર પાડી હતી. સરકારે એવી સ્પષ્ટતા કરી હતી કે, બ્લેકમની સામ કામગીરી કરવા માટે આવું કરવામાં આવ્યું હતું. આ નિર્ણયનો વિપક્ષે જોરદાર વિરોધ કર્યો હતો. વર્ષ 1964માં આ પહેલા નોટબંધી કરવામાં આવી હતી.