બિકાનેર: રાજસ્થાનના બિકાનેર જિલ્લાના મુક્તા પ્રસાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક જ પરિવારના પાંચ લોકોની આત્મહત્યાનો મામલો સામે આવ્યો છે. આત્મહત્યા કરનારાઓમાં પતિ-પત્ની તેમજ તેમના ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની માહિતી મળતાં જ એસપી તેજસ્વિની ગૌતમ સ્થાનિક પોલીસ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમજ એફએસએલની ટીમને પણ તપાસ માટે સ્થળ પર બોલાવવામાં આવી છે.
ડોગ સ્કવોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી: આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં પતિ-પત્ની સિવાય તેમના બે બાળકો અને એક બાળકીનો સમાવેશ થાય છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. સાથે જ એફએસએલની ટીમ સાથે ડોગ સ્કવોડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.
એક જ પરિવારના પાંચ લોકોએ કરી આત્મહત્યા: એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર આર્થિક તંગીથી પીડાતો હતો. આવી સ્થિતિમાં પરિવારે આ ભયંકર પગલું ભર્યું હતું. આ ઘટના મુક્તા પ્રસાદ પોલીસ સ્ટેશન વિસ્તારના અંત્યોદય નગરમાં બની, જ્યાં પરિવાર બસ્તી વિસ્તારમાં રહેતો હતો. સીઓ સિટી હિમાંશુએ જણાવ્યું હતું કે હાલ આત્મહત્યાનું કારણ બહાર આવ્યું નથી અને પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
પોલીસ કેસની તપાસમાં વ્યસ્ત: આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. તેમજ તમામ મૃતદેહોનો પોલીસે કબજો મેળવી લીધો છે. તેમજ ઘટનાની માહિતી મળતાં જ એસપી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.