ETV Bharat / bharat

ફિરોઝાબાદમાં ઘટી માર્ગ અકસ્માતની દુર્ઘટના, 5ના મોત

ફિરોઝાબાદના ટુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા (road accident In Firozabad) છે. આ ઉપરાંત, અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

ફિરોઝાબાદમાં ઘટી માર્ગ અકસ્માતની દુર્ઘટના

author img

By

Published : Mar 30, 2022, 2:01 PM IST

ફિરોઝાબાદ: ઉત્તર પ્રદેશના ટુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા (road accident In Firozabad) છે. આ સાથે જ લોડર માલિકની હાલત નાજુક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ તમામ લોકો બટાકા ભરેલા લોડરમાં સવાર હતા અને ગાડી લઈને જસરાણાથી આગ્રા જઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, કાર રસ્તામાં પંચર થઈ ગઈ હતી. આ દરમિયાન એક અનિયંત્રિત કન્ટેનર લોડરને જોરદાર ટક્કર મારી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. આ સાથે જ કન્ટેનર ચાલક અને ખલાસી નાસી છૂટ્યા હતા.

આ પણ વાંચો : ઉજ્જૈનમાં શાળાના બાળકોને લઈ જતી વેન પલટી, ડ્રાઈવરનું મોત અને 19 ઈજાગ્રસ્ત, જૂઓ લાઈવ વીડિયો...

આગરા-કાનપુર નેશનલ હાઈવે પર ઘટના : આ દુર્ઘટના ટુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થતા આગરા-કાનપુર નેશનલ હાઈવે પર થઈ (Agra-Kanpur National Highway) હતી. મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે બટાકાથી ભરેલી એક લોડર કાર ફિરોઝાબાદના જસરાનાથી આગ્રા જઈ રહી હતી, જેમાં ઘણા લોકો સવાર હતા. રસ્તામાં કારમાં પંચર પડતાં ડ્રાઈવરે ટુંડલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટોલ પ્લાઝા પાસે પંચરની દુકાનમાં વાહન પાર્ક કર્યું હતું. કારીગર બાલી મોહમ્મદ પંચર સરખું કરી રહ્યા હતા કે એક અનિયંત્રિત કન્ટેનર લોડરને જોરથી અથડાયું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે, લોડર પલટી ગયું અને અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

લોડરમાં ફસાયેલા લોકોને બહાર કાઢાયા : અકસ્માતને પગલે ઘટનાસ્થળે અરેરાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ટુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લોડરમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢ્યા અને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ડોક્ટરોએ પાંચ લોકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં ત્રણ મૃતકોની ઓળખ કરવામાં આવી છે. તેમાં પંચર બનાવનાર વલી મોહમ્મદ પણ સામેલ છે. અન્ય બે મૃતકોની ઓળખ રામ બહાદુર ઉર્ફે છોટુ પુત્ર વીરપાલ, રાહુલ પુત્ર સત્યરામ નિવાસી નાગલા કન્હૈયા પોલીસ સ્ટેશન જસરાના તરીકે કરવામાં આવી છે. એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આ પણ વાંચો : સેવણી ગામ નજીક પસાર થતી નહેરમાં ખાબકી કાર

ડ્રાઈવર અને હેલ્પર ફરાર : હરદયાલના રહેવાસી જસરાના, લોડર માલિક રાજકુમારની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે આગ્રા રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ટુંડલા રાજેશ પાંડેએ જણાવ્યું કે, કન્ટેનરને કસ્ટડીમાં લેવામાં આવ્યું છે. ડ્રાઈવર અને હેલ્પર ફરાર છે, જેમની શોધ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.