- એક જ પરિવારના 5 લોકોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી
- મૃતકોમાં માતા, પિતા, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ
- કોલસો વેંચીને નાનો ધંધો પણ કરતા હતા
સુપૌલ: જિલ્લામાંથી એક ખૂબ જ હૃદય દ્રાવ્ય ઘટના સામે આવી છે. જેમાં, એક જ પરિવારના 5 લોકોએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ, આર્થિક સંકટથી પરેશાન મિશ્રીલાલ સાહના સંપૂર્ણ પરિવારે આર્થિક સંકટથી ત્રસ્ત થઈ ફાંસીએ લટકીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. મૃતકોમાં માતા, પિતા, બે પુત્રીઓ અને એક પુત્રનો સમાવેશ છે. ઘરમાંથી દુર્ગંધ આવતા આ મામલો બહાર આવ્યો હતો.
આ પણ વાચો: મોહન ડેલકર આત્મહત્યા મામલે લોકસભાના સાંસદોએ તપાસની માગ કરી
પોલીસે તપાસ હાથ ધરી
બનાવની માહિતી મળતાની સાથે જ રાઘોપુર પોલીસ કેસની તપાસમાં લાગી ગઈ હતી. એસપી મનોજ કુમારે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની નજીકથી તપાસ કરી હતી. આ બાદ, FSL ટીમને તેની તપાસ સોંપવામાં આવી છે.
આ પણ વાચો: પ્રફુલ પટેલના શાસનકાળમાં સંઘપ્રદેશમાં અન્ય અધિકારીઓએ પણ આત્મહત્યા કરી હતી
કોલસો વેચીને જીવતા હતા
મૃતકો વિશે કહેવામાં આવે છે કે, કોલસો વેચવાનો નાનો ધંધો કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન કરતો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગામલોકોથી પણ અલગ રાખવામાં આવ્યો હતો.