ETV Bharat / bharat

Srikakulam train accident: ટ્રેક ક્રોસ કરતી વખતે શ્રીકાકુલમમાં પાંચ મુસાફરો ટ્રેન નીચે કચડાયા

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના બથુઆ ખાતે સોમવારે રાત્રે પાંચ મુસાફરો ટ્રેન નીચે કચડાયા (Srikakulam train accident) હતા. ગુવાહાટી એક્સપ્રેસમાં કોઈએ ચેઈન ખેંચી લીધી હતી અને ટ્રેન રોકાઈ ગઈ હતી. જ્યારે પાંચ લોકો નીચે ઉતરીને ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાજુના ટ્રેક પર વિરુદ્ધ દિશામાં આવી રહેલી કોણાર્ક એક્સપ્રેસે તેમને ટક્કર મારી હતી.

author img

By

Published : Apr 12, 2022, 4:45 PM IST

શ્રીકાકુલમ: આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ (Srikakulam train accident) જિલ્લાના બથુઆ ખાતે સોમવારે રાત્રે પાંચ મુસાફરો ટ્રેન નીચે કચડાયા હતા. મૃત્યુ પામેલા મુસાફરો, ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ (Guwahati-bound superfast express)માં મુસાફરી કરી રહ્યા હતા અને ટેકનિકલ ખામીને કારણે તેમની ટ્રેન બંધ થઈ ત્યારે નજીકના રેલવે ટ્રેક પર ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. દરમિયાન વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કોણાર્ક એક્સપ્રેસ (The Konark Express) આ મુસાફરો પર ચડી ગઈ હતી.

આ પણ વાંચો: Trikut Ropeway Accident: ત્રિકુટ પર્વત પર રેસ્ક્યૂ દરમિયાન વધુ એક અકસ્માત, પડી જતા મહિલાનું મોત

ગુવાહાટી એક્સપ્રેસમાં કોઈએ ચેઈન ખેંચી: શ્રીકાકુલમના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, "ગુવાહાટી એક્સપ્રેસમાં કોઈએ ચેઈન ખેંચી લીધી હતી અને ટ્રેન રોકાઈ ગઈ હતી. જ્યારે પાંચ લોકો નીચે ઉતરીને ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાજુના ટ્રેક પર વિરુદ્ધ દિશામાં આવી રહેલી કોણાર્ક એક્સપ્રેસે તેમને ટક્કર મારી હતી, જેથી લોકો સ્થળ પર જ મૃત્યુ પામ્યા (Five died in Srikakulam train accident) હતા." પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Trikut Ropeway Accident Updates :ત્રિકૂટ પર્વત પર રેસ્ક્યુ ઓપરેશન પૂરું, તમામ પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા

મુખ્યપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું: મુખ્યપ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડી (Chief Minister YS Jaganmohan Reddy)એ મુસાફરોના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તેમણે અધિકારીઓને પરિસ્થિતિની સમીક્ષા કરવા નિર્દેશ આપ્યો હતો. સીએમઓને સૂચના આપવામાં આવી છે કે, તેઓ મૃતકો અને ઘાયલોના પરિવારોને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે. બાદમાં, મુખ્યપ્રધાનને પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી છે અને તેઓ વ્યક્તિગત રીતે બચાવ કામગીરી પર નજર રાખી રહ્યા છે. મૃતકોમાંથી બેની ઓળખ આસામના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એકની ઓળખ ઓડિશાના બ્રહ્મપુરમ વિસ્તારના મુસાફર તરીકે થઈ છે. ઘાયલોને સારવાર માટે શ્રીકાકુલમ ખસેડવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.