ETV Bharat / bharat

છત્તીસગઢના સુકમામાં નક્સલી હુમલો, IED વિસ્ફોટમાં કોબ્રા બટાલિયનના 10 જવાન ઇજાગ્રસ્ત

છત્તીસગઢના સુકમામાં નકસલવાદીઓએ IED વિસ્ફોટ કર્યો હતો. જેમાં CRPF 206 કોબ્રા બટાલિયનના 10 જવાનોને ઇજા પહોંચી છે. હાલ તમામ ઇજાગ્રસ્ત જવાનોની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Naxal attack in Chhattisgarh
Naxal attack in Chhattisgarh
author img

By

Published : Nov 29, 2020, 6:31 AM IST

Updated : Nov 29, 2020, 9:42 AM IST

  • નક્સલીઓ દ્વારા સેના જવાનો પર હુમલો
  • IED વિસ્ફોટમાં કોબ્રા બટાલિયનના 5 જવાન ઇજાગ્રસ્ત
  • થોડા દિવસો પહેલા બે ગ્રામજનોની હત્યા કરી હતી

છત્તીસગઢ: નક્સલીઓ દ્વારા ફરીથી સેના જવાનો પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. નક્સલવાદીઓએ ટેડમેટલા વિસ્તાર નજીક IED વિસ્ફોટમાં કોબ્રા 206 બટાલિયનના 10 જવાન ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સેકન્ડ ઇન કમાન્ડ અધિકારી અને સહાયક કમાન્ડન્ટનો પણ સમાવેશ છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. CRPF 206 કોબ્રા બટાલિયનના જવાન આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન નક્સલવાદીઓ ટેડમેટલા નજીક IED વિસ્ફોટ કર્યો હતો.

નક્સલવાદીઓએ પોલીસના ખબરી હોવાનો આરોપ લગાવીને બે ગ્રામજનોની હત્યા કરી

નક્સલવાદીઓ સતત બનાવોને અંજામ આપી રહ્યા છે. તાજેતરના સમયમાં નક્સલવાદીઓએ સુકમાને ફરીથી તેના આતંકની ધમકી આપી હતી. 21 નવેમ્બરના રોજ નક્સલવાદીઓએ પોલીસના ખબરી હોવાનો આરોપ લગાવીને બે ગ્રામજનોની હત્યા કરી હતી. નકસલવાદીઓએ લોક દરબાર યોજીને બન્ને યુવકોની હત્યા કરી હતી. આ બન્ને યુવકો કોન્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. નક્સલવાદીઓએ 17 નવેમ્બરની મોડી રાત્રે બન્ને યુવકોનું ઘરેથી અપહરણ કર્યું હતું અને બીજા દિવસે ગામમાં તેમની હત્યા કરી હતી. આ ઘટના બાદ સુરક્ષા દળો પણ સાવચેત બન્યા હતા.

તાજેતરમાં જ સુરક્ષા સલાહકારો પરત ફર્યા છે

તાજેતરના સમયમાં વરિષ્ઠ સુરક્ષા સલાહકાર કે વિજય કુમારે બસ્તરની મુલાકાત લીધી હતી. 26 નવેમ્બરે નક્સલ મુદ્દે જગદલપુર શહેરમાં પોલીસ સંકલન કેન્દ્રમાં લગભગ એક કલાક સુધી તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યત્વે CRPFના DGP, ADG, નક્સલ ઓપરેશનના ADG અને CRPFના IG, DIG, SP અને ડિવિઝનના 5 જિલ્લાના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Last Updated : Nov 29, 2020, 9:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.