નવી દિલ્હી: ફિચ રેટિંગ્સે મંગળવારે જણાવ્યું હતું કે, ભારતીય રિઝર્વ બેન્ક ડિસેમ્બર 2022 સુધીમાં (RBI to increase interest rates) વ્યાજ દરોમાં 5.9 ટકા સુધીનો વધારો કરી શકે છે. ફિચે વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય પર તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું હતું (Interest rates will increase till December) કે, ભારતની અર્થવ્યવસ્થા બગડતા બાહ્ય વાતાવરણ, ચીજવસ્તુઓની વધતી કિંમતો અને કડક વૈશ્વિક નાણાકીય નીતિનો સામનો કરી રહી છે.
આ પણ વાંચો: FPI એ જૂનમાં અત્યાર સુધીમાં સ્ટોક માર્કેટમાંથી ઉપાડ્યા રુપિયા 14,000 કરોડ
વ્યાજ દરમાં વધારો: રેટિંગ એજન્સીએ (Fitch ratings) જણાવ્યું હતું કે, "ફૂગાવાના બગડતા અંદાજને જોતાં, અમે હવે આશા રાખીએ છીએ કે આરબીઆઈ ડિસેમ્બર 2022 સુધીમાં વ્યાજ દર વધારીને 5.9 ટકા અને 2023ના અંત સુધીમાં 6.15 ટકા કરશે (અગાઉની આગાહીની સામે પાંચ ટકા) અને 2024 માં," રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું. તે યથાવત રહેવાની અપેક્ષા છે. ગયા મહિને શેડ્યૂલ વગરની નીતિની જાહેરાતમાં, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) એ 0.40 ટકાથી 4.4 ટકાના દરમાં વધારો કર્યો હતો અને પછીથી તેને ગયા સપ્તાહે વધારીને 4.9 ટકા કર્યો હતો.
આ પણ વાંચો: વાહન વીમો રિન્યૂ ન કરવાથી ભોગવવા પડી શકે છે વિપરીત પરિણામો
આરોગ્ય સંભાળ ખર્ચમાં પણ સતત વધારો: આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં મોંઘવારી દર 6.7 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. મે મહિનામાં છૂટક ફુગાવો 7.04 ટકા હતો. ફિચે જણાવ્યું હતું કે, ફુગાવો આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે અને તે CPIની વધુ શ્રેણીઓમાં ફેલાયેલો છે. ગ્રાહકો માટે આ એક ગંભીર પડકાર છે. છેલ્લા ત્રણ મહિનામાં, ખાદ્ય ફુગાવો વાર્ષિક ધોરણે સરેરાશ 7.3 ટકા વધ્યો છે, જ્યારે આરોગ્ય સંભાળ ખર્ચમાં પણ સતત વધારો થયો છે. ફિચ અનુસાર, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વપરાશમાં વધારો થવાને કારણે વૃદ્ધિમાં સુધારો થવાની સંભાવના છે, કારણ કે માર્ચના અંતમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો હતો.