ETV Bharat / bharat

Supreme Court News : સુપ્રીમ કોર્ટે કલર બ્લાઈન્ડ વ્યક્તિને એન્જિનિયર તરીકે નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો - વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના સંદર્ભમાં કાયદા

સુપ્રીમ કોર્ટે તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (TANGEDCO) ને એક કલર બ્લાઈન્ડ વ્યક્તિને મદદનીશ ઈજનેર તરીકે સેવામાં નિમણૂક કરવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનિય છે કે, આ વ્યક્તિની ઉમેદવારી કલર બ્લાઈન્ડ હોવાના કારણે નકારી કાઢવામાં આવી હતી.

Supreme Court News
Supreme Court News
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2023, 8:15 PM IST

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે તમિલનાડુ જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ (TANGEDCO) ને મોહમ્મદ ઇબ્રાહિમ નામક એક કલર બ્લાઈન્ડ વ્યક્તિને સહાયક ઇલેક્ટ્રિકલ ઈજનેર તરીકે સેવામાં નિમણૂક આપવા માટે નિર્દેશ આપ્યો છે. અગાઉ મદ્રાસ હાઈકોર્ટ દ્વારા મોહમ્મદ ઈબ્રાહિમની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આ નિર્ણયને રદ્દ કર્યો હતો. મોહમ્મદ ઈબ્રાહિમ ફિટ હતા પરંતુ તેઓ અંધ હતા તે કારણોસર તેમની ઉમેદવારી નકારી કાઢવામાં આવી હતી. જોકે તેઓએ જાહેર પરીક્ષામાં પાસ થવાની સાથે તેણે મૌખિક પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં પણ ભાગ લીધો હતો.

આ કેસમાં ગયા અઠવાડિયે નિવૃત્ત થયેલા જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને અરવિંદ કુમારની ખંડપીઠે જણાવ્યું હતું કે, આ કેસમાં અપીલકર્તાનો અધિકાર નિર્વિવાદ છે. કારણ કે તે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક છે અને રેકોર્ડ દર્શાવે છે કે તેઓને હળવું અંધત્વ છે. 16 ઓક્ટોબરે આપેલા ચુકાદામાં આ સંદર્ભે નિર્દેશ આપતા કોર્ટે કહ્યું હતું કે, એવું કંઈ નથી જે સૂચવે છે કે અપીલકર્તાની જે પણ સ્થિતિ હતી તે તેની જાણકારી વગર હતી. તેમના શિક્ષણ દરમિયાન શૈક્ષણિક પ્રદર્શન, કૌશલ્ય અને કાર્યક્ષમતામાં તેમણે કલર બ્લાઈન્ડનેસની ઉણપને દર્શાવી નથી, જે તેમની પસંદગી બાદ પ્રકાશમાં આવી છે.

ખંડપીઠે જણાવ્યું હતું કે, વિકલાંગ વ્યક્તિઓના અધિકારોના સંદર્ભમાં કાયદાએ વિકલાંગ વ્યક્તિઓ (PWDs) ની ભાગીદારી અને સશક્તિકરણને સક્ષમ કરવા માટે જોગવાઈઓ નક્કી કરી છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના પ્રવેશ માટે સકારાત્મક કાર્યવાહી, રાજ્ય અથવા રાજ્ય નિયંત્રિત સંસ્થાઓમાં પ્રવેશ સ્તરે અનામતનો સમાવેશ થાય છે. કાયદો હાલની સંસ્થાઓને ભૌતિક પાયાના માળખામાં વિકલાંગોને સમાવવા માટે અને તમામ મુદ્દાઓ પર આવા વ્યક્તિઓની સંપૂર્ણ ભાગીદારી અને કાર્યપ્રણાલીને વધારવા માટેની જોગવાઈને પણ જરુરી બનાવે છે.

ખંડપીઠે કહ્યું હતું કે, વિકલાંગતા અને વિકલાંગ વ્યક્તિઓને વ્યાખ્યાયિત કરતી તેની જોગવાઈઓ ઘણી વ્યાપક છે. રસપ્રદ વાત છે કે, આ વિભાવનાઓને સમાવિષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે, જેનાથી તેમના ઉપયોગની સંભાવનાઓ બને છે. સકારાત્મક પગલાંના સ્વરૂપમાં વાસ્તવિક લાભોની એક ચોક્કસ શ્રેણી દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને બેન્ચમાર્ક વિકલાંગતાના સંદર્ભ સાથે જોડાયેલા છે. જેમાં ઓર્થોપેડિક, દ્રશ્ય, શ્રવણ, માનસિક, વગેરે સામેલ છે. જે તે દિવ્યાંગોને સકારાત્મક કાર્યવાહી અને અન્ય સમાન લાભનો અધિકાર આપે છે, જે વિકલાંગતાની 40 ટકા અથવા તેનાથી વધુની એક નિશ્ચિત સીમા સુધી લાયકાત ધરાવે છે.

  1. Governor Anandiben Notice : જમીન વિવાદમાં રાજ્યપાલ આનંદીબેનને SDM કોર્ટમાં હાજર થવા સમન્સ
  2. Supreme Court News : સુપ્રીમ કોર્ટે મહિલાને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ સાસુ અને સસરાને દોષી ઠેરવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.