ETV Bharat / bharat

પતિના લગ્નમાં પત્ની પહોંચી તો મંડપમાં જ રચાયો મોટો કાંડ - પલવલ પોલીસ

પતિ, પત્ની અનો વૉના ઘણા કિસ્સા સામે આવ્યા છે. પણ ક્યારેક આવા કેસમાં એવું મોટું ભંગાણ (Re marriage Conflict) પડે છે કે,સમાજમાંથી આબરૂ જાય છે. હરિયાણાની ભવનકુંડ પોલીસે (Hariyana Police) આ કેસને શાંતિથી ઉકેલીને બન્ને પક્ષોને શાંતિથી સમજાવી દીધા હતા. આ સાથે વોર્નિંગ પણ આપી કે, કે કેસ થશે તો કાયદેસરના પગલાં (ligal Action) લેવાશે.

પતિ કરી રહ્યો હતો બીજા લગ્ન, એવામાં પહેલી પત્ની મંડપમાં આવી પહોંચી પછી જે થયું તે....

author img

By

Published : May 10, 2022, 3:39 PM IST

પલવલ: સામાન્ય રીતે સમાજમાંથી સમયાંતરે પતિ,પત્ની અને વૉના કિસ્સાઓ (Pati Patni Aur Wo) સામે આવે છે. પણ હરિયાણા રાજ્યના પલવલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક યુવક પોતાની પહેલી પત્નીને અંધારામાં રાખી (Cheating Case) બીજા લગ્ન કરવા યુવતી સાથે મંડપ સુધી પહોંચી ગયો હતો. જ્યારે પહેલી પત્નીને આ વાતની ખબર પડી ત્યારે તે રણચંડિકા બની ગઈ હતી. તે લગ્ન મંડપ સુધી પહોંચી ગઈ અને બબાલ (Re marriage conflict )કરી મૂકી હતી. પત્ની પોતાના પરિવારજનો સાથે લગ્નમંડપ (Marriage Mandap) સુધી પહોંચી ગઈ હતી. પીડિતાનો એવો આરોપ છે કે, બે વર્ષ પહેલા તારીખ 12 માર્ચ 2020ના રોજ એના લગ્ન ફતેહપુરના બિલ્લૌચના રહેવાસી રોહિત સાથે થયા હતા.

આ પણ વાંચો: ચોખામાં ઝેર ભેળવી હત્યાનો પ્રયાસ નીષ્ફળ જતા મહિલાએ પ્રેમીની મદદથી પતિને પતાવી દીધો

પતિ પત્નીને લેવા જ ન આવ્યો: બન્નેના આર્ય સમાજ વિધિ પ્રમાણે લગ્ન થયા હતા. લગ્ન બાદ એક મહિના તે પોતાના પતિ સાથે રહી હતી. પણ પીડિતા પ્રીતિનો આરોપ છે કે, સાસરિયામાં સસરાને એ ગમતી ન હતી. તેથી પતિ એને કોઈ બહાનું કરીને પીયરમાં મૂકી ગયો હતો. પછી પીયરમાંથી પતિ પ્રીતિને લેવા માટે આવ્યો જ નહીં. પીયરમાં ગયા બાદ થોડા દિવસો સુધી તો તે વાતચીત કરતો હતો. પણ પછી અચાનક ફોન કરવાનો બંધ કરી દીધો. પીડિતાએ ઉમેર્યું કે, પતિ સિવિલ એન્જિનીયર છે. જે પોતાના મામા પાસે રહે છે. પતિ પોતાના મામા પાસે જ બધુ કરાવતો હતો. પીડિતાએ પોતાના પતિ સામે કોર્ટ કેસ કર્યો છે. તેમ છતા તે બીજી યુવતી સાથે લગ્ન કરવા પહોંચી ગયો હતો.

આ પણ વાંચો:ગુરૂને કર્યા જેલ ભેગા, આ કારણે એક સાથે 42 શિક્ષકોની કરવામાં આવી ધરપકડ

પીડિતાએ મામા પર આરોપ મૂક્યા: પીડિતાએ પતિના મામા પર આરોપ મૂકતા કહ્યું કે, તે એમને ધમકી દેતો હતો કે, તે અપહરણ કરી નાંખશે. પતિએ આ વાત મને કરી હતી. હવે એના બીજા લગ્ન એનો મામો જ કરાવી રહ્યો છે. આ અંગે દુલ્હન બનીને બેઠેલી બીજી યુવતી સુનીતાએ રડતા રડતા રોહિત તથા એના પરિવારજનો પર આક્ષેપ કર્યા. સુનિતાએ ઉમેર્યું કે, આ લોકોએ મારી સાથે પણ છેત્તરપિંડી કરી છે. એમને પણ એની સજા મળવી જોઈએ. જ્યારે ભવનકુંડ પોલીસ ચોકીના પોલીસ અધિકારીએ કહ્યું કે, કંટ્રોલમાંથી ફરિયાદ મળી હતી. પછી પોલીસ એની તપાસ કરવા માટે ગઈ હતી. હાલમાં બંન્ને પક્ષમાંથી લોકોને બોલાવીને, સમજાવીને મામલો શાંત કરી દેવાયો છે. હવે એમના તરફથી કોઈ સામસામી ફરિયાદ નથી. જો ફરિયાદ થશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.