ETV Bharat / bharat

Delhi Omicron Cases: દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કરી પુષ્ટિ

દિલ્હીમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો પહેલો (First omicron case detected in Delhi) કેસ સામે આવ્યો છે, કોરોના સંક્રમિત 12 લોકોનુ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક ઓમિક્રોનનો દર્દી હોવાનું સામે આવ્યું છે. દિલ્હીના LNJP હોસ્પિટલમાં તેની સારવાર (The patient admitted to LNJP Hospital) ચાલી રહી છે.

Delhi Omicron Cases: દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કરી પુષ્ટિ
Delhi Omicron Cases: દિલ્હીમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ, આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કરી પુષ્ટિ
author img

By

Published : Dec 5, 2021, 2:38 PM IST

  • દિલ્હીમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો
  • દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કરી પુષ્ટિ
  • 12 દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો ઓમિક્રોન સ્ટ્રેન ભારતમાં ધીરે ધીરે ફેલાઈ રહ્યો છે. કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો પહેલો કેસ દિલ્હીમાં (First omicron case detected in Delhi) સામે આવ્યો છે. LNJP હોસ્પિટલમાં (The patient admitted to LNJP Hospital) દાખલ દર્દી તાન્ઝાનિયાથી (returned from Tanzania) પરત ફર્યો હતો. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને (Delhi Health Minister Satyendar Jain) આ વાતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: Third wave of Corona: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શિકાર બનાવી રહ્યું છે ઓમિક્રોન

12 દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા

સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે, જેઓ બહારથી આવી રહ્યા છે તેમની તપાસ કરવામાં આવી રહી છે. કોરોના સંક્રમિત 12 દર્દીઓના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી એક દર્દીના રિપોર્ટમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યો છે. અત્યાર સુધીમાં, કોરોના માટે સકારાત્મક પરીક્ષણ કરનારા 17 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગે ટ્રેકિંગ અને ટ્રેસિંગ સઘન બનાવ્યું

કર્ણાટક અને ગુજરાત બાદ મુંબઈમાં પણ એક વ્યક્તિ ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યો છે. જે બાદ આરોગ્ય વિભાગે ટ્રેકિંગ અને ટ્રેસિંગ સઘન બનાવ્યું છે. મુંબઈમાં સંક્રમિત મળી આવેલ એક વ્યક્તિ તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી દુબઈ થઈને ભારત આવ્યો હતો, એ વ્યક્તિ ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત છે.

આ પણ વાંચો: Child Vaccination by Surati Family: 7 વર્ષના પુત્રને ઇઝરાઈલમાં વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો

મુંબઈમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો

મળતી માહિતી મુજબ, 33 વર્ષીય વ્યક્તિ થોડા દિવસો પહેલા કેપટાઉનથી ભારત પરત આવ્યા બાદ જ્યારે તેની તપાસ કરવામાં આવી ત્યારે તે ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. તે મુંબઈના ડોમ્બિવલી વિસ્તારનો રહેવાસી છે. હાત તે વ્યક્તિને અલગ આઈસોલેટ કરવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટ ટ્રેસિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાત જામનગરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ

ગુજરાતમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે. એક વ્યક્તિ કે જેઓ ઝિમ્બાબ્વેથી દુબઈ થઈને ગુજરાતમાં પરત ફર્યા હતા, તે વ્યક્તિ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હોવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ભારતમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ કર્ણાટકમાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.