ETV Bharat / bharat

First judgment in Love Jihad case: UPમાં કાનપુર કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી - kanpur love jihad latest news

કાનપુર મહાનગરમાં લવ જેહાદના (kanpur love jihad case) ડઝનબંધ કેસ નોંધાયા હતા, જેમાંથી કાનપુર મહાનગરે ઈતિહાસ (First judgment in Love Jihad case) રચ્યો છે. અહીં પીડિતાને ન્યાય આપતા કોર્ટે દોષિતોને 10 વર્ષની જેલ અને 30,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

First judgment in Love Jihad case: UPમાં કાનપુર કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી

author img

By

Published : Dec 22, 2021, 1:40 PM IST

કાનપુરઃ કાનપુરમાં કોર્ટે લવ જેહાદના પહેલા કેસમાં (kanpur love jihad case) સુનાવણી કરી હતી. કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 30,000 રૂપિયાનો દંડ (First judgment in Love Jihad case) ફટકાર્યો છે. દંડની રકમમાંથી 20,000 રૂપિયા પીડિતાને વળતર તરીકે આપવામાં આવશે. આ સમગ્ર મામલો 15 મે 2017નો છે. જ્યારે જુહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા કૂચી બસ્તીના રહેવાસી જાવેદ નામના યુવકે પોતાને હિન્દુ ગણાવી પોતાનું નામ મુન્ના જણાવ્યું હતું. ત્યારબાદ યુવક અને કિશોરી વચ્ચે નિકટતા વધવા લાગી હતી અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પણ વાંચો- 'લવ જેહાદ' ગંભીર મુદ્દો, ISISના નિશાના પર હિન્દુ-ક્રિશ્ચિયન છોકરીઓ: ભાજપ

આરોપીઓએ કિશોરી સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો હતો

આરોપી કિશોરીને લગ્નના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો હતો. તો પુત્રીના ગુમ થયા પછી પીડિતાના માતાપિતાએ જુહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ નોંધ્યા બાદ પોલીસે બીજા જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી અને કિશોરીને આ જાળમાંથી બહાર કાઢી હતી. આ કેસમાં પીડિતાની માતાની ફરિયાદના આધારે, પોકસો એક્ટ સહિત દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આરોપીને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે આરોપી વિરુદ્ધ ચુકાદો સંભળાવ્યો

આ મામલામાં 164ના નિવેદનમાં પીડિતાએ જણાવ્યું હતું કે, આરોપી જાવેદે પોતે હિન્દુ નામ મુન્ના ધારણ કરી મિત્રતા કરી હતી. ત્યારબાદ લગ્નના બહાને તેને સાથે લઈ ગયો હતો. જ્યારે પીડિતા તેના ઘરે પહોંચી તો આરોપીએ તેને અસલી ધર્મ જણાવીને લગ્ન કરવાનું કહ્યું હતું. તો તેણે ના પાડી દીધી હતી. ત્યારબાદ પીડિતાએ આરોપ લગાવ્યો કે, જાવેદ ઉર્ફે મુન્નાએ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ કર્યું હતું. આ મામલે સુનાવણી કરતી વખતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજે આરોપી વિરુદ્ધ ચુકાદો (kanpur love jihad case) સંભળાવ્યો હતો.

આ પણ વાંચો- રાજ્યના પ્રથમ લવ જેહાદ કેસમાં હાઇકોર્ટે તમામના જામીન મંજૂર કર્યા

પીડિતના પરિવારે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો

તો જ્યારે પીડિત પરિવારને કોર્ટની સજાની વાત જાણવા મળી તો તેમણે કોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ઉત્તરપ્રદેશની વર્તમાન યોગી સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે, આટલા ઝડપથી આ (kanpur love jihad case) મામલામાં સજા સંભળાવવામાં આવી છે. જ્યારે તેમણે ન્યાયની આશા છોડી દીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.