ETV Bharat / bharat

First India Central Asia Summit 2022: સંમેલનમાં 5 દેશોના પ્રમુખ થયાં શામેલ, ભારતના વિઝનમાં મધ્ય એશિયા વિશે બોલ્યા PM મોદી

PM મોદીએ આજે પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટ (First India Central Asia Summit 2022)ની વર્ચ્યુઅલી યજમાની કરી. PM મોદીએ સંમેલનને સંબોધિત પણ કર્યું હતું. આ સંમેલનમાં 5 દેશોના પ્રમુખ શામેલ થયા. PM મોદીએ ભારત અને મધ્ય એશિયા વચ્ચે પરસ્પર સહયોગ પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિ વિશે વાત કરી હતી.

First India Central Asia Summit 2022: સંમેલનમાં 5 દેશોના પ્રમુખ થયાં શામેલ, ભારતના વિઝનમાં મધ્ય એશિયા વિશે બોલ્યા PM મોદી
First India Central Asia Summit 2022: સંમેલનમાં 5 દેશોના પ્રમુખ થયાં શામેલ, ભારતના વિઝનમાં મધ્ય એશિયા વિશે બોલ્યા PM મોદી
author img

By

Published : Jan 27, 2022, 6:42 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વર્ચ્યુઅલ ફોર્મેટમાં પ્રથમ ભારત-મધ્ય એશિયા શિખર સંમેલન (First India Central Asia Summit 2022)ની યજમાની કરી. સમિટમાં સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અને વિકસતી પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ (emerging regional security situation in India)અંગે ચર્ચા થઈ હતી. વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં 5 દેશોના પ્રમુખ શામેલ થયા છે. કઝાખસ્તાનના કઝાક જોમાર્ટ ટોકાયેવ, ઉઝબેકિસ્તાનના શવકત મિઝીયોયેવ, તાજિકિસ્તાનના ઈમોમાલી રહેમાન, તુકમેનિસ્તાનના જી. બર્ડીમુહમેદોવ અને કિર્ગીઝ રિપબ્લિકના સદયર જાપારોવે હાજરી આપી હતી.

ભારતના વિઝનમાં મધ્ય એશિયા કેન્દ્ર સ્થાને

સંમેલનમાં તેમની શરૂઆતની ટિપ્પણીમાં PM મોદીએ કહ્યું કે, આજની સમિટના 3 મુખ્ય ઉદ્દેશ્યો (Objectives Of India Central Asia Summit 2022) છે. પ્રથમ એ સ્પષ્ટ કરવું કે, ભારત અને મધ્ય એશિયા વચ્ચે પરસ્પર સહયોગ (Mutual Collaboration between India and Central Asia) પ્રાદેશિક સુરક્ષા અને સમૃદ્ધિ માટે જરૂરી છે. ભારતીય પક્ષેથી હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, એક સંકલિત અને સ્થિર વિસ્તારિત પડોશીના ભારતના વિઝનમાં મધ્ય એશિયા (Central Asia in India's Vision) કેન્દ્ર સ્થાને છે.

આ પણ વાંચો: INDIA-CENTRAL ASIA SUMMIT : ભારત-મધ્ય એશિયા સમિટમાં વડાપ્રધાન મોદી કરશે સંબોધન, જાણો મહત્વ

PM મોદીએ જણાવ્યા 3 લક્ષ્ય

ભારત-મધ્ય એશિયા સમિટની પ્રથમ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ સંમેલનનો બીજો ઉદ્દેશ્ય આપણા સહયોગને અસરકારક માળખું આપવાનો છે. આનાથી વિવિધ સ્તરે અને વિવિધ હિતધારકો વચ્ચે નિયમિત વાતચીચ માટે એક માળખું સ્થાપિત થશે અને ત્રીજું લક્ષ્ય આપણા સહકાર માટે મહત્વાકાંક્ષી રોડમેપ બનાવવાનું છે.

ભારત-મધ્ય એશિયા ભાગીદારીને મહત્વ આપવાનું પ્રતીક

આ પહેલા વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી કે, ભારત-મધ્ય એશિયા શિખર સંમેલન ભારત અને મધ્ય એશિયાઈ દેશોની વચ્ચે નેતાઓના સ્તરે તેના પ્રકારનું પ્રથમ સંમેલન હશે. આ સંમેલન ભારત અને મધ્ય એશિયાના દેશોના નેતાઓ દ્વારા એક વ્યાપક અને ટકાઉ ભારત-મધ્ય એશિયા ભાગીદારી (Comprehensive and sustainable India-Central Asia Partnership)ને મહત્વ આપવાનું પ્રતીક છે.

આ પણ વાંચો: 'આસિયાન સંમેલન'માં જિનપિંગે કહ્યું- ચીન નથી ઇચ્છતુ દક્ષિણ-પૂર્વ એશિયા પર પ્રભુત્વ

મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સંમેલન પ્રજાસત્તાક દિવસ (Republic day 2022)ની ઉજવણીના એક દિવસ પછી થઈ રહ્યું છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે કોઈ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષ અથવા સરકારના વડાને શામેલ કરવામાં આવ્યા નથી. મુખ્ય મહેમાન તરીકે 5 મધ્ય એશિયાઈ દેશોના નેતાઓ આવે તેવી અપેક્ષા હતી, પરંતુ દેશમાં કોવિડ-19ના કેસ (Corona Cases In India) વધવાને કારણે મુખ્ય અતિથિ વિના ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.