ETV Bharat / bharat

સંત સિંગાજી થર્મલ પાવર પ્રોજેકટમાં લાગેલી આગ પર 3 કલાક પછી મળી

author img

By

Published : Mar 28, 2021, 9:43 PM IST

રવિવારે સંત સિંગાજી થર્મલ પાવર પ્રોજેક્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ પ્રોજેક્ટના પાવર હાઉસથી લગભગ એક કિલોમીટર દૂર આગ લાગી હતી, જેના કારણે વીજ ઉત્પાદનના કામ પર કોઈ અસર થઈ નથી.

સંત સિંગાજી થર્મલ પાવર પ્રોજેકટમાં લાગેલી આગ પર 3 કલાક પછી મળી
સંત સિંગાજી થર્મલ પાવર પ્રોજેકટમાં લાગેલી આગ પર 3 કલાક પછી મળી
  • સંત સિંગાજી થર્મલ પાવર પ્રોજેક્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી
  • 3 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
  • પ્રોજેક્ટના પાવર હાઉસથી લગભગ એક કિલોમીટર દૂર આગ લાગી હતી

ખંડવાઃ સંત સિંગાજી થર્મલ પાવર પ્રોજેક્ટમાં રવિવારે જિલ્લામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. હકીકતમાં પ્રોજેક્ટના કોલસા હેન્ડલિંગ સિસ્ટમ (સીએચપી)ની નજીકના સુકા ઘાસના મેદાનમાં આગ લાગી હતી, ત્યાંથી પાવર પ્રોજેક્ટના સ્ક્રેપ યાર્ડમાં આગ ફેલાઇ હતી. 3 કલાક બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

આગ લાગવાથી થયુ નુકસાન

વીજ પ્રોજેક્ટમાં લાગેલી આગને કારણે નુકસાન થયાની જાણકારી મળી રહી છે. મળતી માહિતી મુજબ પ્લાન્ટનો જુનો કન્વેયર પટ્ટો, તેલ, પ્લાન્ટનો ભંગાર આગની ચપેટમાં આવવાથી સંપૂર્ણ રીતે બળી ગયો છે. જોકે, આગ પ્રોજેક્ટના પાવર હાઉસથી લગભગ એક કિલોમીટર દૂર સ્થિત લાગી હતી, જેના કારણે વીજ ઉત્પાદનના કામ પર કોઈ અસર થઈ નથી.

આ પણ વાંચોઃ પુણેના કેમ્પ વિસ્તારની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

ઊર્જા પ્રધાને 2 દિવસ પહેલા મુલાકાત લીધી હતી

રાજ્યના ઊર્જા પ્રધાન પ્રધ્યુમ્રસિંહ તોમરે 2 દિવસ પહેલા આ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટના પ્રથમ અને બીજા તબક્કાના એકમોની મુલાકાત તથા કાર્યકરો અને કર્મચારીઓ સાથે ચર્ચા કર્યા બાદ તેઓ શનિવારે રાત્રે ભોપાલ જવા રવાના થયા હતા.

જાળવણીને લઈને બેદરકારી

સંત સિંગાજી પ્રોજેક્ટમાં ઉનાળાની સીઝનમાં દર વર્ષે આગની ઘટનાઓ સામે આવી રહી છે. આ પ્રોજેક્ટના મોટા ભાગના મેદાનોમાં ઘાસ અને છોડને કારણે 30-40 એકરમાં ફેલાયેલી છે, ઉનાળાના દિવસોમાં અહીં આગ લાગે છે. જેના કારણે પ્રોજેક્ટના ભંગાર, કોલસા અને અન્ય સામગ્રીને નુકસાન પહોંચ્યું છે. તેમ છતાં, પ્રોજેક્ટ મેનેજમેન્ટ દ્વારા જાળવણીમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ, કોઈ જાનહાની નહીં

કોઈ જાનહાની થઈ નથી

પ્રોજેક્ટના PRO આર.પી. પાંડેએ જણાવ્યું હતું કે આગને કારણે આ પ્રોજેક્ટને કોઈ મોટું નુકસાન થયું નથી અને કોઈ જાનનું નુકસાન થયું નથી. આ સાથે જ આગને કાબૂમાં લેવામાં આવી છે. પ્રોજેક્ટના ફાયર ફાઇટરના વાહનો ઉપરાંત, મુંડી, ખંડવા અને નર્મદા નગરથી પણ ફાયર ફાઇટરના વાહનો લેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.