- સફદરજંગ હોસ્પિટલના ICUમાં અચાનક આગ લાગી હતી
- આગની જાણ થતાં જ 10 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું
- આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
નવી દિલ્હી: દિલ્હીની મોટી પ્રખ્યાત હોસ્પિટલમાંથી એક સફદરજંગ હોસ્પિટલમાં આજે બુધવારે સવારે અચાનક આગ લાગી હતી. મળતી માહિતી મુજબ, આગની ઘટના વહેલી સવારે 7 વાગ્યે બની હતી. આગ હોસ્પિટલના મુખ્ય ICUમાં લાગી હતી. આગની જાણ થતાં જ 10 ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો: કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ, કોઈ જાનહાની નહીં
હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ
મળતી માહિતી મુજબ, આગ લાગ્યા બાદ હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન, ICUમાં 50થી વધુ દર્દીઓને બચાવવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
લગભગ 50 દર્દીઓના જીવ બચાવ્યા
આ આગ હોસ્પિટલના ICUમાં લાગી હતી. ICUના પહેલા માળે આગ લાગી હતી. (બ્લોક ત્રણ માળનો છે) ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને આશરે 50 દર્દીઓના જીવ બચાવ્યા હતા. દર્દીઓને હોસ્પિટલ વહીવટીતંત્રની મદદથી બીજા વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં પણ આગ લાગી હતી
કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી સવારે સાડા આઠ વાગ્યે કાર્ડિયોલોજી હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત સ્ટોરમાં આગ લાગી હતી. ત્યારે, તમામ દર્દીઓને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા વોર્ડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને કુલ 175 દર્દીઓને સલામત વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા.
અમદાવાદની આસ્થા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આગ
અમદાવાદના બારેજામાં આવેલી આસ્થા મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના ગોટે ગોટા જોવા મળતા લોકોના ટોળે ટોળા મદદ માટે ભેગા થયા હતા. ફાયર બ્રિગેડે પણ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. આ સાથે આગને કાબુમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, આ આગની દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નહોતી.