ETV Bharat / bharat

હોટલમાં આગ ફાટી નીકળતાં 2નાં મોત, NOC વગર ચાલતી હતી હોટલ - NOC વગર ચાલતી હતી હોટલ

આ ઘટનામાં વધુ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને આગરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.(Fire in Mathura Vrindavan hotel ) સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોટલ પાસે ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નથી. ફાયર વિભાગે આ સંદર્ભે હોટલને નોટિસ પણ પાઠવી છે.

હોટલમાં આગ ફાટી નીકળતાં 2નાં મોત, NOC વગર ચાલતી હતી હોટલ

author img

By

Published : Nov 3, 2022, 10:43 AM IST

મથુરા(ઉત્તર પ્રદેશ): મથુરા જિલ્લાના વૃંદાવનમાં ગુરુવારે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં બે લોકોના મોત થયા હતા.આ ઘટનામાં વધુ એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને આગરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. (Fire in Mathura Vrindavan hotel )મથુરા વૃંદાવન રોડ પર આવેલી હોટેલ વૃંદાવન ગાર્ડનના ઉપરના માળે આવેલા કિચન સ્ટોર રૂમમાં સવારે 4:30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. બે એમ્બ્યુલન્સ અને બે ફાયર ટેન્ડર આગના સ્થળે દોડી આવ્યા હતા.

સ્ટોર રૂમમાં આગ લાગી: મથુરાના ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ જણાવ્યું હતું કે, "સવારે 4.30 વાગ્યાની આસપાસ આગની જાણ કરવામાં આવી હતી.(Fire in Mathura Vrindavan hotel 2 employees died ) ઘટનાસ્થળે પહોંચ્યા બાદ જાણવા મળ્યું હતું કે, હોટલના પહેલા માળે સ્ટોર રૂમમાં આગ લાગી હતી. હોટેલમાં લગભગ 100 મહેમાનો રોકાયા હતા અને તમામ તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા દોઢ કલાકની લાંબી જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી"

નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ: સીએમઓ ડો. ભૂદેવ સિંહના જણાવ્યા અનુસાર, "શ્વાસ રૂંધાવાથી અને શરીર દાઝી જવાના કારણે બંનેના મોત થયા છે. પીડિતોની ઓળખ ઉમેશ અને બીરી સિંહ તરીકે કરવામાં આવી છે. બંને હોટલ વૃંદાવન ગાર્ડનના કર્મચારીઓ છે. બિજેન્દ્ર સિંહ, જે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે, તેને આગ્રા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હોટલ પાસે ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) નથી. ફાયર વિભાગે આ સંદર્ભે હોટલને નોટિસ પણ પાઠવી છે.

વેપારીઓની માંગ: વૃંદાવનમાં રામકૃષ્ણ મિશન હોસ્પિટલ પાસે બસેરા ગ્રુપની વૃંદાવન ગાર્ડન હોટેલ છે. છેલ્લા ઘણા દિવસોથી વેપારીઓ માંગ કરી રહ્યા છે કે વૃંદાવનમાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે. મથુરાથી વૃંદાવનનું અંતર વધારે હોવાથી ફાયર બ્રિગેડને પહોંચવામાં વધુ સમય લાગે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.