- દક્ષિણ દિલ્હીના GK 1 સ્થિત બિલ્ડિંગમાં આગ ભભૂકી
- ગ્રેટર કૈલાસ પોલીસ મથકના કોન્સ્ટેબલ વિક્રમની બહાદુરી
- કોન્સ્ટેબલે આગમાં ફસાયેલા 2 વરિષ્ઠ નાગરિકોના જીવ બચાવ્યા
નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાસ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ એન બ્લોક GK 1 સ્થિત બિલ્ડિંગમાં આગ ભભૂકી ઉઠી હતી. સ્થળ ઉપર જ ગ્રેટર કૈલાસ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિક્રમે બહાદુરી દર્શાવી પ્રથમ માળે ફસાયેલા બંને વૃદ્ધોને તાળા તોડી બહાર કાઢ્યા હતા. કોન્સ્ટેબલ વિક્રમની બહાદુરીના ચોતરફે વખાણ થઈ રહ્યા છે.
કોન્સ્ટેબલની સમજદારી અને સાહસ
GK 1 એન બ્લોકમાં લાગેલી આગ વિશેની માહિતી PCR કોલ દ્વારા પ્રાપ્ત થઈ હતી. વિક્રમ અગાઉ ત્યાં પહોંચીને તેણે પોતાનો સાહસ દર્શાવી પહેલા માળે પહોંચ્યો હતો અને હથોડાની મદદથી પ્રથમ દરવાજાનું તાળું તોડી નાખ્યું હતું. જેથી ફાયર બ્રિગેડની ટીમને લાગેલી આગ બુઝાવવામાં તકલીફ ન પડે.
આ સાથે તેણે મકાનમાં PNG ગેસનો પુરવઠો કાપી નાંખ્યો અને ત્યાં ફસાયેલા બે વૃદ્ધ નાગરિકોને મકાનના બીજા માળે પહોચાડી તેમનો જીવ બચાવ્યાો હતા. તેમણે આ બચાવ કામગીરીમાં એક વરિષ્ઠ નાગરિકને પોતાના ખભા પર બેસાડી બહાર કાઢ્યા હતા. કોન્સ્ટેબલ વિક્રમે પોતાનો જીવ જોખમમાં મૂકી સમજણથી બંને વરિષ્ઠ નાગરિકોના જીવ બચાવ્યા હતા. હજુ સુધી આગ કઈ રીતે લાગી હતી તે અંગે કોઈ માહિતી મળી નથી.