- કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ
- અગ્નિશામક દળ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરી
કાનપુર: કાર્ડિયોલોજી હોસ્પિટલના ICUમાં લાગી આગ છે. આગ લાગવાને કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઓને બારી તોડી પલંગ સહિત બહાર કાઢવામાં આવ્યા છે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરી છે.
આગને કાબૂમાં લેવાના કરવાના આવી રહ્યા છે પ્રયાસો
આગ લાગવાની માહિતી મળતા જ, પોલીસ અને અગ્નિશામક દળની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અગ્નિશામક દળ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. કાર્ડિયોલોજી હોસ્પિટલમાં ધૂમાડો ધૂમાડો થઈ ગયો છે. આગના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી. હોસ્પિટલ સંચાલકનો દાવો છે કે, જમીન અને પહેલા માળના કાચ તોડી તમામ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે.
આ પણ વાંચો: પુણેના કેમ્પ વિસ્તારની ફેશન સ્ટ્રીટ માર્કેટમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં
કાનપુરની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં આગ
સ્વરૂપ નગર પોલીસ મથકના પ્રમુખ અશ્વની પાંડેએ જણાવ્યું કે, શોર્ટ સર્કિટથી સવારે સાડા આઠ વાગ્યે કાર્ડિયોલોજી હ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત સ્ટોરમાં આગ લાગી છે. તેમણે માહિતી આપી કે, તમામ દર્દીઓને ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલા વોર્ડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને કુલ 175 દર્દીઓને સલામત વોર્ડમાં લઈ જવામાં આવ્યા છે. પાંડેએ જણાવ્યું હતું કે, હાલમાં બારીને તોડી ધુમાડો કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના વટવામાં લાગેલી આગ પર મહદઅંશે કાબૂ મેળવાયો
દર્દીઓને બારી તોડી પલંગ સહિત બહાર કઢાયા
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યોની ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાને જિલ્લા વહીવટી તંત્રને આ અંગે તમામ ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર અને હાલની તથ્યોની સુચના આપી છે.