ભુવનેશ્વરઃ ઓડિશાના કટક સ્ટેશન પર ગુરુવારે સવારે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ભુવનેશ્વર-હાવડા જનશતાબ્દી એક્સપ્રેસમાં આગ લાગી હોવાના અહેવાલ છે. હાલ કોઈ જાનહાનિની માહિતી નથી. આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી. આ અંગે રેલવે દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.
-
#WATCH | Odisha | An incident of fire was reported on Bhubaneswar-Howrah Jan Shatabdi Express at Cuttack station today morning. The fire was brought under control by fire services personnel. The cause of the fire is yet to be ascertained.
— ANI (@ANI) December 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
After the fire was brought under… pic.twitter.com/KZYyU3dvpd
">#WATCH | Odisha | An incident of fire was reported on Bhubaneswar-Howrah Jan Shatabdi Express at Cuttack station today morning. The fire was brought under control by fire services personnel. The cause of the fire is yet to be ascertained.
— ANI (@ANI) December 7, 2023
After the fire was brought under… pic.twitter.com/KZYyU3dvpd#WATCH | Odisha | An incident of fire was reported on Bhubaneswar-Howrah Jan Shatabdi Express at Cuttack station today morning. The fire was brought under control by fire services personnel. The cause of the fire is yet to be ascertained.
— ANI (@ANI) December 7, 2023
After the fire was brought under… pic.twitter.com/KZYyU3dvpd
આગ પર કાબુ મેળવવામાં આવ્યો : કટક સ્ટેશન પર ભુવનેશ્વર-હાવડા જનશતાબ્દી એક્સપ્રેસમાં લાગેલી આગનો એક વીડિયો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના આજે સવારે બની હતી. વીડિયોમાં એક ટ્રેન ઉભી જોઈ શકાય છે. તેના નીચેના ભાગમાં આગ લાગી છે. સાથે જ કેટલાક લોકો અગ્નિશામક સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેનમાં કોઈ મુસાફરો નહોતા.
આગનું કારણ અકબંધ : મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ પર કાબૂ મેળવ્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. જોકે મોટી દુર્ઘટના ટળી હતી. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં ગુજરાતના વલસાડ નજીક હમસફર એક્સપ્રેસના પાવર કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ નજીકના બે કોચમાં ફેલાઈ ગઈ હતી.
તમામ મુસાફરો સુરક્ષિત : આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મુસાફરોને સલામત રીતે ઉતારી લેવામાં આવ્યા હતા. આ હમસફર એક્સપ્રેસ તિરુચિરાપલ્લી અને શ્રી ગંગાનગર વચ્ચે ચાલે છે. ટ્રેન સુરત તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. લોકોએ ટ્રેનના ડબ્બાઓમાંથી આગ અને ધુમાડા નીકળતા જોયા. આ પછી મુસાફરોમાં ગભરાટ અને અરાજકતા જોવા મળી હતી. આરપીએફ અને જીઆરપીએફની ટીમની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી.