ETV Bharat / bharat

કોલકાતાના એક સિનેમાહોલમાં લાગી આગ, 2 લોકો બળ્યા

author img

By

Published : Jul 3, 2021, 10:30 AM IST

ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, આગના કારણે થિયેટરનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો છે અને તેના પ્રોજેક્ટર રૂમને ઘણું નુકસાન થયું છે. તેમણે જણાવ્યું હતું. આગ કાબૂમાં છે, પરંતુ હજી હોલવાઇ નથી. અમારા અધિકારીઓ હજુ આગને કાબૂમાં કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

કોલકાતાના એક સિનેમાહોલમાં લાગી આગ, 2 લોકો બળ્યા
કોલકાતાના એક સિનેમાહોલમાં લાગી આગ, 2 લોકો બળ્યા

  • થિયેટરના ઉપરના માળે સંભાળ રાખનાર વ્યક્તિની પત્નિ રસોઈ બનાવી રહી હતી
  • ફાયર પ્રધાન સુજિત બોસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા
  • અકસ્માતમાં મહિલા બળીને ખાખ થઇ ગઈ હતી

કોલકાતા: કોલકાતાના લેક ટાઉન વિસ્તારમાં શુક્રવારે રાત્રે બંધ પડેલા સિનેમાહોલમાં આગ લાગતાં (fire in cinema hall) બે લોકો બળીને ખાખ થઇ (two people scorched)ગયા હતા. ફાયર બ્રિગેડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે 'મિની જયા' સિનેમા હોલમાં લાગેલી આગને કાબૂમાં કરવા માટે 15 ગાડિઓને સ્થળ પર (15 fire tenders on the spot)મોકલવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સમીના વાવલ પાસે ચાલુ કારમાં આગ લાગતા ચાલકનું મોત

ફાયર પ્રધાન સુજિત બોસને બાતમી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા

આ વિસ્તારમાં રહેતા ફાયર પ્રધાન સુજિત બોસને બાતમી મળતાની સાથે જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આગ કદાચ સ્ટવથી લાગી હતી, જેના પર થિયેટરની સંભાળ રાખનાર વ્યક્તિની પત્ની રસોઈ બનાવી રહી હતી. તેઓ આ બિલ્ડિંગના ઉપરના માળે એક ઓરડામાં રહે છે.

આ અકસ્માતમાં મહિલાનો પતિ પણ ઘાયલ થયો છે

બોસે કહ્યું હતું કે, એવું લાગે છે કે, આગ સ્ટવથી લાગી હતી, જેના પર થિયેટરની સંભાળ રાખતી વ્યક્તિની પત્નિ રસોઈ બનાવી રહી હતી. અકસ્માતમાં મહિલા બળીને ખાખ થઇ ગઈ હતી, જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ અકસ્માતમાં મહિલાનો પતિ પણ ઘાયલ થયો છે.

વિધાનનગર પોલીસ કમિશનર સુપ્રિમ સરકાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા

વિધાનનગર પોલીસ કમિશનર સુપ્રિમ સરકાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે લગભગ 9.15 વાગ્યે આગ લાગેલી જોવા મળી હતી અને પછી આ વિસ્તારમાં વીજળી કાપી નાખી હતી.

ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા

અંતિમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી ફાયર ફાઇટરો આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ફાયર વિભાગના અધિકારીએ કહ્યું કે, સિનેમાહોલનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો છે અને તેના પ્રોજેક્ટર રૂમને ઘણું નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ Fire in shoe Warehouse: બળીને ખાખ થયેલો મૃતદેહ મળ્યો, 3 કામદારો ફસાયેલા હોવાની આશંકા

આગ કાબૂમાં છે, પરંતુ હજુ બુઝાઇ નથી

તેમણે કહ્યું હતું કે, આગ કાબૂમાં છે, પરંતુ હજુ બુઝાઇ નથી. અમારા અધિકારીઓ હજુ આગને કાબૂમાં કરવાના પ્રયાસ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.