બેગુસરાય: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સમયાંતરે કોઈને કોઈ મુદ્દે હેડલાઈન્સમાં રહે છે. પ્લેગ્રાઉન્ડમાં એક્ટિવ ન હોવા છતાં પણ તે લોકોના દિલમાં રાજ કરે છે. પણ બિહારના બેગુસરાયમાંથી જે (Court Case Filed name Of MS Dhoni) મામલો મહેન્દ્રસિંહ ધોનીને લઈ સામે આવ્યો છે એ થોડો એની ઈમેજને ડાઘ લગાવે એવો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Fir against Mahendra Singh Dhoni) સહિત આઠ વ્યક્તિઓ પર બિહારની બેગુસરાય કોર્ટમાં કેસ દાખલ થયો છે. આ કેસ ઉત્પાદન માટે સીએનએફ આપવા અને પછી એને પરત કરીને 30 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ થવા મામલે છે. એવું પણ જાણવા મળ્યું છે કે, મહેન્દ્રસિંહ ધોની એ ઉત્પાદનનો પ્રચાર કરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ કંપનીના ચેરમેન પણ છે.
આ પણ વાંચો: Bjp Vs Bjp: રાજકોટમાં આજી નદીને પ્રદુષિત થતા બચાવવા ભાજપના ધારાસભ્ય મેદાને
ચેક બાઉન્સનો મામલો: એવું પણ જાણવા મળ્યું છે કે, ડી.એસ.એન્ટરપ્રાઈસના માલિક નીરજ નિરાલાએ બેગુસરાય કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટે સોમવારે આ મામલે સુનાવણી કર્યા બાદ કેસને ટ્રાંસફર કરી દીધો છે. આ કેસ હવે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ધ્યાને લેશે અને ચૂકાદો આપશે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અજય કુમાર મિશ્રાની કોર્ટમાં આ કેસની આગળની પ્રક્રિયા થશે. આ કેસની વધુ સુનાવણી તારીખ 28 જૂનના દિવસે થશે. આ કેસમાં મહેન્દ્રસિંહ ધોની સહિત અન્ય આઠ વ્યક્તિ સામે કેસ થયો છે.
અન્ય લોકો સામે કેસ: નીરજ કુમાર નિરાલાએ બેગુસરાય કોર્ટમાં ચીફ જસ્ટિસ રૂમ્પાકુમારીની કોર્ટમાં ન્યુ ગ્લોબલ ઈન્ડિયા લિમિટેડ, નવી દિલ્હીની કંપનીના ચેરમેન મહેન્દ્રસિંહ ધોની, રાજેશ આર્યા, મહેન્દ્રસિંહ ધોની (એકાઉન્ડ એન્ડ એડમીન), માર્કેટિંગ હેડ અર્પિત દુબે, એડી ઈમરાન બિન ઝફર, માર્કેટિંગ મેનેજર વંદના આનંદ તથા માર્કેટિંગ હેડ બિહારના અજય કુમાર સામે 406, 120 B કલમ અંતર્ગત કેસ ફાઈલ કર્યો છે. નીરજ નિરાલાનો એવો આરોપ છે કે, ગત વર્ષે તેમણે ન્યુ ગ્લોબલ ઉપજવર્ધક ઈન્ડિયા લિમિટેડનું ખાતર લીધું હતું. આ માટે રૂપિયા 36 લાખ 86 હજાર કંપનીને દેવામાં આવ્યા હતા. પણ કંપનીએ નબળું અને સાવ વ્યર્થ કહી શકાય એવું ખાતર મોકલી આપ્યું હતું.
આ પણ વાંચો: પંજાબી સિંગરની હત્યા પાછળ આ ગેંગ છે જવાબદાર, જાણો સંપૂર્ણ કહાણી...
આ રીતે બાઉન્સ થયો ચેક: આ કેસમાં પણ કંપનીનો પૂરતો સહયોગ ન હોવાને કારણે ખાતર વેચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. તેથી બે કંપનીઓ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. એ પછી કંપનીએ 30 લાખનો ચેક આપી તમામ ખાતર પાછું મંગાવી લીધું હતું. પણ કંપનીએ આપેલો ચેક બેન્ક એકાઉન્ટમાં પૈસા ન હોવાને કારણે બાઉન્સ થયો હતો. પછી સંબંધીત અધિકારીઓને કાયદાકીય નોટીસ ફટકારાઈ હતી. પણ કંપનીએ કોઈ ધ્યાન ન દેતા અરજદારે સીધા કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.