મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌત બુધવારના મુંબઈ પોલીસ (kangana ranaut mumbai police)ની સામે હાજર ન થઈ. કંગના રનૌતને લઇને અહીં તેની વિરુદ્ધ નોંધવામાં આવેલી FIRના (FIR Against kangana in Mumbai) સંબંધમાં પોલીસ સામે હાજર થવાનું હતું, જેમાં તેણે ખેડૂત આંદોલનને (kangana on farmers protest) કથિત રીતે એક અલગાવવાદી જૂથથી જોડ્યું હતું. એક અધિકારીએ આ જાણકારી આપી.
વકીલે હાજર થવા બીજી તારખ આપવા વિનંતી કરી
એક શીખ સંગઠનની ફરિયાદ બાદ ગયા મહિને ખાર પોલીસ સ્ટેશનમાં રનૌત વિરુદ્ધ FIR દાખલ (fir against kangana in khar police station) કરવામાં આવી હતી. પોલીસે તેને આ મહિનાની શરૂઆતમાં પૂછપરછ માટે નોટિસ જારી કરી હતી. રનૌતના વકીલે બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે, તે 22 ડિસેમ્બરે ખાર પોલીસ સમક્ષ હાજર થશે. બુધવારે તેના વકીલે હાજર થવા માટે બીજી તારીખ આપવા વિનંતી કરી હતી.
તપાસ અધિકારીઓએ વકીલના ફોન કોલ્સનો જવાબ ન આપ્યો
રનૌતના વકીલ રિઝવાન સિદ્દીકી (kangana ranaut's lawyer)એ કહ્યું કે, "હાઈકોર્ટના આદેશની ભાવના, હેતુ અને ઉદ્દેશ્ય મુજબ અમે તપાસ અધિકારીને અગાઉની તારીખ માટે વિનંતી કરી છે અને અમે કોર્ટની આગામી સુનાવણી પહેલા પ્રક્રિયાને ઝડપી બનાવવા માંગીએ છીએ. તપાસ અધિકારીઓ અમને સમાવવા તૈયાર ન હતા. તેમણે ન તો મારા ફોન કોલ્સ કે મેસેજનો જવાબ આપ્યો, સાથે જ તેમણે એ પત્રનો પણ કોઈ જવાબ ન આપ્યો જે તેમને આદેશના તરત પછી મોકલવામાં આવ્યો હતો."
સત્તાવાળા સમય નહીં આપે તો હાઈકોર્ટ પર નિર્ણય છોડીશું
તેમણે કહ્યું કે, "'હવે મારો અસીલ તેની સમક્ષ ઉપલબ્ધ અન્ય નજીકની તારીખે હાજર થશે. જો સત્તાવાળાઓ અમને સમય નહીં આપે તો અમે આ મામલાનો નિર્ણય હાઈકોર્ટ પર છોડી દઈશું, જે તેના ગુણો અને ખામીઓ જોઇને નિર્ણય કરશે." મુંબઈ પોલીસે અગાઉ બોમ્બે હાઈકોર્ટને કહ્યું હતું કે, "તે 25 જાન્યુઆરી, 2022 સુધી રનૌતની તેની સોશિયલ મીડિયા પોસ્ટ (kangana ranaut social media posts) માટે ધરપકડ કરશે નહીં, જેમાં કથિત રીતે ખેડૂતોના વિરોધને અલગતાવાદી જૂથ સાથે જોડવામાં આવ્યો હતો."
અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો પ્રશ્ન
પોલીસનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે હાઇકોર્ટે કહ્યું કે, આ મુદ્દામાં રનૌતની અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો મોટો પ્રશ્ન શામેલ છે અને કોર્ટે તેને થોડી વચગાળાની રાહત આપવી પડશે. કંગના રનૌતે આ મહિનાની શરૂઆતમાં હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ખાર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી FIRને રદ કરવાની વિનંતી કરી હતી.
આ પણ વાંચો: Nora Fatehi To Be ED Witness : સુકેશ ચંદ્રશેખર મની લોન્ડરિંગ કેસમાં નોરા ફતેહી ED ની સાક્ષી બનશે
આ પણ વાંચો: Vaccine Booster Dose : રાહુલ ગાંધીએ કર્યું - "ભારત સરકાર બુસ્ટર ડોઝ આપવાનું ક્યારે શરૂ કરશે"