ETV Bharat / bharat

કુકર્મ કેસમાં 32 વર્ષ પછી FIR, 7 વર્ષની ઉંમરમાં કાકાએ કર્યો શિકાર

author img

By

Published : Sep 17, 2022, 8:26 PM IST

આ ક્રાઈમ સ્ટોરી વર્ષ 1986ની છે. પીડિતા જ્યારે અઢી વર્ષની હતી, ત્યારે તેના પિતાનું રોડ અકસ્માતમાં મોત થયું હતું, ત્યારબાદ વિધવા માતાએ અલીગઢના બરલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યારે પીડિત છોકરી 7 વર્ષની થઈ ત્યારે તેના સાવકા કાકાએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતો.(અલીગઢમાં બળાત્કાર).(fir after 32 years in aligarh rape case)

રેપ કેસમાં 32 વર્ષ પછી FIR, 7 વર્ષની ઉંમરમાં થયો હતો દુષ્કર્મ

અલીગઢ (યુપી): અહીં અપરાધની એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક મહિલા પર 7 વર્ષની ઉંમરથી દુષ્કર્મ થયો હતો. આ મામલામાં 32 વર્ષ બાદ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિતા જ્યારે અઢી વર્ષની હતી ત્યારે તેના પિતાનું રોડ અકસ્માતમાં મોત થયું હતું, ત્યારબાદ વિધવા માતાએ (Rape in Aligarh)અલીગઢના બરલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક વ્યક્તિ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જ્યારે પીડિત છોકરી 7 વર્ષની થઈ ત્યારે તેના સાવકા કાકાએ તેની સાથે દુષ્કર્મ કર્યુ હતુ.(up rape case)

પીડિતાના કાકા કરતા હતા બળાત્કારઃ દુષ્કર્મ બાદ પીડિતાને પેટમાં દુખાવો થતો હતો. જ્યારે તેણે તેની માતાને આ વિશે જાણ કરી તો માતાએ તેને ગોળી આપી અને તેને ચૂપ રહેવા કહ્યું. કાકાએ પીડિતા પર 11 વર્ષની ઉંમરથી લઈને તેના લગ્ન સુધી સતત દુષ્કર્મ કર્યુ હતુ.(fir after 32 years in aligarh rape case) જ્યારે તેણીએ વિરોધ કર્યો તો તે તેને ધમકાવતો હતો, ત્યારબાદ વર્ષ 2011માં પીડિતાએ અલીગઢના એક સૈનિક સાથે લગ્ન કરી લીધા. હાલમાં પીડિતાને બે પુત્રીઓ છે. પતિએ VRS લઈને અલીગઢમાં પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

લગ્ન બાદ પીયરમાં બળાત્કારનો પ્રયાસઃ આ દરમિયાન બધુ બરાબર ચાલતું હતું, પરંતુ જ્યારે પણ પતિ પત્નીને માવતરે જવાનું કહેતો ,ત્યારે તે ના પાડતી હતી. જે બાદ વર્ષ 2019માં પીડિતા તેના સાવકા ભાઈ સાથે મામાના ઘરે પહોંચી હતી. જ્યાં તેની સાથે ફરી એ જ ઘટનાનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ થયો હતો. જો કે, આ વખતે તેણે ઉગ્ર વિરોધ કર્યો, જેથી તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. તેણીને ધમકી આપવામાં આવી હતી કે તેણીનું લગ્ન જીવન બરબાદ થઈ જશે અને તેના પતિને ખોટા આરોપમાં જેલમાં મોકલવામાં આવશે.

પીડિતાની ફરિયાદ પર નોંધાઈ FIR: જ્યારે પતિએ આઘાત અને પરેશાન પત્નીને પૂછ્યું તો તેણે તમામ દર્દ સંભળાવ્યું હતુ. ત્યારબાદ પતિએ તેની પત્નીને સમર્થન આપ્યું.પતિએ તેની પત્નીને ન્યાય અપાવવાનો નિર્ણય કર્યો. પીડિતાએ તેના પતિની મદદથી IGRS પોર્ટલ પર આ અંગે ફરિયાદ કરી હતી. ત્યારબાદ હવે અલીગઢ પોલીસે પીડિતાની ફરિયાદ પર બન્નાદેવી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.

અલીગઢ રેપ કેસમાં 32 વર્ષ બાદ નોંધાઈ FIRઃ આ મામલામાં સીઓ શિવ કુમારે જણાવ્યું કે અલીગઢમાં રેપનો મામલો સામે આવ્યો છે. જેમાં મહિલાએ તેના સાવકા કાકાઓ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ બાબતની નોંધ લેતા મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.