- જોગર્સ પાર્ક પાસેથી પસાર થતા રસ્તા પર 'નો કિસિંગ ઝોન' લખ્યું
- પાર્કના પરિસરમાં પ્રેમીઓ અશ્લીલ કૃત્યો કરતા જોવા મળે છે
- સમસ્યાનો કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે તેઓએ 'નો કિસિંગ ઝોન' લખવાનું વિચાર્યું
મુંબઈ: પ્રેમીઓની હરકતથી પરેશાન રહેવાસીઓએ જોગર્સ પાર્ક પાસેથી પસાર થતા રસ્તા પર 'નો કિસિંગ ઝોન' લખ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે, મુંબઈના બોરીવલી વેસ્ટમાં જોગર્સ પાર્કના પરિસરમાં પ્રેમીઓ અશ્લીલ કૃત્યો કરતા જોવા મળે છે. જેના કારણે આ સંકુલમાં રહેતા રહેવાસીઓ અને નાના બાળકોને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
ચેતવણી લખ્યા બાદ હરકતમાં થોડો ઘટાડો થયો
જ્યારે લોકોને આ સમસ્યાનો કોઈ ઉકેલ ન મળ્યો, ત્યારે તેઓએ 'નો કિસિંગ ઝોન' લખવાનું વિચાર્યું. આ વિચાર બધાને ગમ્યો અને તેને વાસ્તવિકતા બનાવી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચેતવણી લખ્યા બાદ આ હરકતમાં થોડો ઘટાડો થયો છે. હાલમાં આ ચેતવણી અહીં ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો: Mumbai: કપલ્સની હરકતોથી પરેશાન સ્થાનિકોએ રોડ પર લખ્યું "NO KISSING ZONE"