- નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને આપી પ્રતિક્રિયા
- હાલમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા નહીં - નાણાપ્રધાન
- હજુ પણ ઓઈલ બોન્ડ પેટેના 1.30 લાખ કરોડ ચૂકવવાના બાકી
નવી દિલ્હી: મોદી સરકાર હાલમાં પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતોને લઈને વિરોધનો સામનો કરી રહી છે. જેને લઈને નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, પેટ્રોલ ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાને લઈને જલદી જ નવા નિયમો બનાવવામાં આવશે.
હજુ પણ 1.30 લાખ કરોડ ચૂકવવાના બાકી
નાણાપ્રધાને કહ્યું હતું કે, અગાઉની સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવા માટે ઓઈલ બોન્ડ લેવામાં આવ્યા હતા. જેની ચૂકવણી હાલમાં પણ ચાલી રહી છે. હજુ પણ સરકારે 1.30 લાખ કરોડ ઓઈલ બોન્ડ પેટે ચૂકવવાના બાકી છે. જ્યારે પાછલા 5 વર્ષોમાં 60 હજાર કરોડથી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી છે.