જાપાન: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજથી બે દિવસની જાપાનની સત્તાવાર મુલાકાતે છે. તે G7 ગ્રુપમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચી છે. જાપાનના નિગાતામાં યોજાનારી G7 જૂથમાં નાણાં પ્રધાનો અને કેન્દ્રીય બેંકોના ગવર્નરોની આ બેઠકમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ 12 મે 2023 ના રોજ નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંકના ગવર્નર સાથે બેઠક કરશે.
-
Union Finance Minister Smt. @nsitharaman arrives in Japan for a two-day official visit. FM is welcomed by Shri @AmbSibiGeorge, Indian Ambassador to Japan and Marshall Islands @IndianEmbTokyo, at Haneda Airport, in Tokyo (JST). pic.twitter.com/FGcRTkiAfO
— Ministry of Finance (@FinMinIndia) May 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Union Finance Minister Smt. @nsitharaman arrives in Japan for a two-day official visit. FM is welcomed by Shri @AmbSibiGeorge, Indian Ambassador to Japan and Marshall Islands @IndianEmbTokyo, at Haneda Airport, in Tokyo (JST). pic.twitter.com/FGcRTkiAfO
— Ministry of Finance (@FinMinIndia) May 10, 2023Union Finance Minister Smt. @nsitharaman arrives in Japan for a two-day official visit. FM is welcomed by Shri @AmbSibiGeorge, Indian Ambassador to Japan and Marshall Islands @IndianEmbTokyo, at Haneda Airport, in Tokyo (JST). pic.twitter.com/FGcRTkiAfO
— Ministry of Finance (@FinMinIndia) May 10, 2023
G7 બેઠકમાં ભાગ લેશે: તેમની મુલાકાત દરમિયાન સીતારામન તેમના સમકક્ષો સાથે બહુપક્ષીય અને દ્વિપક્ષીય જોડાણો પણ યોજશે. આ ઉપરાંત વેપારી નેતાઓ અને રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ યોજશે, નાણા મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું. જેની અધ્યક્ષતા જાપાનના નાણા પ્રધાન શુનીચી સુઝુકી અને બેંક ઓફ જાપાનના ગવર્નર કાઝુઓ ઉએડા કરશે. તમને જણાવી દઈએ કે G7 વિશ્વના સાત ઔદ્યોગિક દેશો કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, જાપાન, બ્રિટન અને અમેરિકાનું પ્લેટફોર્મ છે.
તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન: નાણાપ્રધાનના કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વીટ અનુસાર, ટોક્યો તમિલ સંગમના પદાધિકારીઓ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન કેન્દ્રીય નાણાપ્રધાનને પણ મળ્યા હતા. ટોક્યો તમિલ સંગમ એક બિન-લાભકારી સંસ્થા છે જેનો ઉદ્દેશ્ય જાપાનના ટોક્યોમાં તમિલ ભાષા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે.
નાણાકીય ક્ષેત્રની સ્થિરતા મામલે ચર્ચા: સોમવારે નવી દિલ્હીમાં આયોજિત ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC) ની બેઠક દરમિયાન, સીતારમણે કહ્યું કે નિયમનકારોએ નાણાકીય સ્થિરતાને મજબૂત કરવા માટે યોગ્ય અને સમયસર પગલાં લેવા જોઈએ. તેમણે કહ્યું કે નિયમનકારોએ સતત તકેદારી રાખવી જોઈએ કારણ કે નાણાકીય ક્ષેત્રની સ્થિરતા સુનિશ્ચિત કરવાની તે નિયમનકારોની સહિયારી જવાબદારી છે. બેઠક દરમિયાન G7 સભ્ય દેશોના નિયમનકારોના વડાઓ અહીં હશે.