- અભિનેતા મનોજ બાજપેયીના પિતાનું નિધન
- દિલ્હીમાં લાંબી માંદગી બાદ નિધન થયું
- નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર
નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee)ના પિતાનું નિધન થઈ ગયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અઠવાડિયા પહેલા જ તેમને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દિલ્હીના નિગમ બોધ ઘાટ (Nigam Bodh Ghat Delhi) પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મનોજ બાજપેયી શૂટિંગ અટકાવીને દિલ્હી આવ્યા
ઉલ્લેખનીય છે કે બોલીવૂડ અભિનેતા મનોજ બાજપેયીના પિતા દિલ્હીમાં એક હૉસ્પિટલમાં ભરતી હતા. ડૉક્ટરોએ એક્ટરના પિતાની હાલત ગંભીર જણાવી હતી. અભિનેતા મનોજ બાજપેયીને તેમના પિતાના બીમાર હોવાના સમચાર મળ્યા તો તેઓ કેરળમાં શૂટિંગ છોડીને દિલ્હી માટે રવાના થઈ ગયા હતા. મનોજ બાજપેયીના પિતા રાધાકાંત વાજપેયી ખેડૂત હતા.
કમાલ આર ખાનની વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો
મનોજ બાજપેયી અત્યારે કેરળમાં પોતાના નવા પ્રોજેક્ટને લઇને વ્યસ્ત છે. તાજેતરમાં મનોજ બાજપેયી ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે કમાલ આર ખાન (Kamal R Khan)ની વિરુદ્ધ ઇન્દોરમાં માનહાનિનો કેસ નોંધાવ્યો હતો.
ઓટીટી પ્લેટફોર્મ પર મનોજ બાજપેયીનો દબદબો
કમાલ આર ખાને વેબસિરીઝ 'ધ ફેમિલી મેન-2'ને લઇને મનોજ વાજપેયી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. મનોજ બાજપેયી છેલ્લે વેબ સિરીઝ 'ડાયલ 100' અને 'ધ ફેમિલી મેન-2'માં જોવા મળ્યા હતા. મનોજ બાજપેયી ઓટીટી પ્લેટફોર્મ પર રાજ કરનારા એક્ટર્સમાંથી એક છે. મનોજ અત્યાર સુધી અનેક વેબ સિરીઝમાં પોતાનો શાનદાર અભિનય બતાવી ચૂક્યા છે.
નાના એક્ટર્સને ઓટીટીએ તક આપી
તાજેતરમાં જ તેમણે ઓટીટી પ્લેટફોર્મને લઇને કહ્યું હતું કે, અનેક શાનદાર એક્ટર છે, જેઓ ઓટીટી પર પોતાનું કામ બતાવી રહ્યા છે. તેઓ ઘણું સારું કરી રહ્યા છે, જેમની પાસેથી મને પણ કંઇક શીખવા મળે છે. બોલીવૂડમાં એટલું નામ નથી મળી રહ્યું નાના એક્ટર્સને, પરંતુ ઓટીટીએ તેમને મોટી તક આપી છે. મનોજ બાજપેયી બિહારના રહેવાસી છે અને અભ્યાસ કરવા માટે દિલ્હી ગયા હતા. ત્યારબાદ તેઓ મુંબઈમાં એક્ટર બનવાનું સપનું લઇને આવ્યા હતા.
આ પણ વાંચો: આલિયા ભટ્ટની 'ગંગુબાઈ કાઠિયાવાડી' ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, આ તારીખે સિનેમાઘરમાં મચાવશે ધૂમ