- આપના ધારાસભ્ય સંજયસિંહનું મોટું નિવેદન
- આરોપો ખોટા હોય તો 500 કરોડનો માનહાનિના દાવાનો સામનો કરીશ
- રામ મંદિર ટ્ર્સ્ટ દ્વારા જમીન ખરીદીનો મામલો વધુ ગરમાયો
લખનૌઃ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સંજયસિંહે પૂજારીને 500 કરોડ રુપિયા માનહાનિનો કેસ દાખલ કરવાની પડકાર ફેંક્યો છે. જો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા જમીનના સોદામાં ભ્રષ્ટાચારના આરોપો સાચા ન હોય તો પોતે આટલી રકમના માનહાનિ દાવાનો સામનો કરવા તૈયાર હોવાું સંજયસિંહે જણાવ્યું હતું.
હનુમાનગઢીના બાબા રાજુદાસે કરેલા નિવેદન બાદ સંજયસિંહનો આ પડકાર સામે આવ્યો હતો. બાબા રાજુદાસે કહ્યું હતું કે તેઓ આરોપો સાચા નહીં હોવા અંગે 50 કરોડ રુપિયાનો માનહાનિ કેસ કરશે
ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં સંજયસિંહે જણાવ્યું હતું કે જમીન વેચનારનું નિવેદન મિલકતના કાગળમાં નોંધાયેલું છે. નિવેદનમાં લખ્યું છે કે, જમીન તમામ પ્રકારના બોજાથી મુક્ત છે અને આ કેસમાં સામેલ હરીશ પાઠક, સુલતાન અન્સારી, કુસુમ પાઠક અને શશી મોહન તિવારી સાથે કોઈ કરાર થયો નથી.
આ પણ વાંચોઃ રાજકીય પક્ષોએ સવાલો ઉઠાવ્યા તો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આપ્યો આ જવાબ
આ પહેલાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહામંત્રી ચંપત રાયે કહ્યું હતું કે આ સોદાને લઈને ચાર લોકો સાથે કરાર થયો છે.
જમીનની ખરીદીમાં ભ્રષ્ટાચાર
આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટીએ રવિવારે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સામે જમીનની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યાં હતાં. રામ મંદિર પરિસર માટે વધારી દેવાયેલી કિંમતે જમીન ખરીદાઈ હોવાનો આક્ષેપ લગાવાયો હતો. તેઓએ આક્ષેપ કર્યો છે કે ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં 2 કરોડ રૂપિયાની જમીન 18.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.
સંજયસિંહ અને પાંડે બંને એ આ ખરીદીને મની લોન્ડરિંગનો કેસ ગણાવતાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા આ મામલાની તપાસની માગણી કરી હતી.
આ પણ વાંચોઃ રામ મંદિર નિર્માણનો બીજો તબક્કો ડિસેમ્બરમાં શરૂ થશે : ટ્રસ્ટ