ચિત્રદુર્ગ: કર્ણાટકમાં ટીવીના રિમોટ મામલે બાળકો વચ્ચે થયેલી લડાઈ દરમિયાન એક એવી ઘટના બની જેણે પરિવારને જીવનભરનું દુઃખ આપ્યું છે. અહીં, બાળકો વચ્ચેની લડાઈ દરમિયાન, પિતાએ ગુસ્સામાં કાતર ફેંકી અને તે કાતર તેના મોટા પુત્રને વાગતા તેનું મોત થયું હતું. આ ઘટના રવિવારે સાંજે મોલાકલમુરુમાં બની હતી. પોલીસે સોમવારે ઘટના અંગે માહિતી આપી હતી.
કેવી રીતે બની ઘટના?: પોલીસે જણાવ્યું કે લક્ષ્મણ બાબુના બે સગીર બાળકો રવિવારે ઘરમાં ટીવીના રિમોટ પર ઝઘડી રહ્યા હતા. જ્યારે તેમની વચ્ચે લાંબા સમય સુધી દલીલ ચાલુ રહી, ત્યારે લક્ષ્મણબાબુ ગુસ્સે થયા અને તેમણે નજીકમાં રાખેલી કાતર મોટા પુત્ર ચંદ્રશેખર (16) તરફ ફેંકી, જે તેમના કાનમાં વાગી હતી. ચંદ્રશેખર ગંભીર રીતે ઘાયલ થયા અને લોહી વહેવા લાગ્યું. અતિશય રક્તસ્ત્રાવને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
પોલીસ કેસ દાખલ: લક્ષ્મણ બાબુ સ્ટ્રોકથી પીડિત હતા અને તેમની ઘરે સારવાર ચાલી રહી હતી. બાળકોને લડતા જોઈને તેનો ગુસ્સો ઉઠી ગયો, ત્યારબાદ પરિવારે મોટા પુત્રને ગુમાવ્યો. પિતા લક્ષ્મણ બાબુ વિરુદ્ધ મોલાકલમુરુ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે.