- ઉત્તરાખંડમાં વકરી રહ્યો છે કોરોના
- 48 ક્લાકમાં જ મૃત્યુ પામી રહ્યાં છે દર્દીઓ
- લોકોની બેદરકારી બની રહી છે મૃત્યુનું કારણ
ન્યૂઝ ડેસ્ક: ઉત્તરાખંડમાં મૃત્યુદર વધતા રાજ્યમાં વધતો કોરોના મુશ્કેલીનું કારણ બન્યો છે. પ્રદેશમાં મૃત્યુઆંક દેશના આંકડાને પણ ક્યાંય પાછળ રાખી ચુક્યો છે. રાજ્ય સરકારે કોરોનાને કારણે થતી મોત અંગે એક કમિટીનું નિર્માણ કર્યું છે. આ કમિટીએ તારવ્યું છે કે પ્રદેશમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓમાંથી 50% દર્દીઓ 48 ક્લાકમાં જ પોતાનો જીવ ગુમાવી બેસે છે. ઘણા લોકો પોતે સંક્રમિત હોવાની માહિતી છુપાવે છે અથવા કોરોનાની તપાસ કરવતા અટકે છે. આ રીતે મોડી સારવાર શરૂ કરનાર દર્દીઓ મૃત્યુ પામે છે. કમિટીના અધ્યક્ષે જણાવ્યું કે લોકોની બેદરકારીના કારણે સમસ્યાઓ વધી રહી છે આવા દર્દીઓ હૉસ્પિટલ પહોંચતા જ 24 કે 48 ક્લાકમાં જીવ ગુમાવી બેસે છે.
વધુ વાંચો: કોરોના સામે અમેરિકાનો મોટો નિર્ણય, 12થી 15 વર્ષના બાળકોને પણ અપાશે વેક્સિન
ઉત્તરાખંડમાં રોજના 100થી વધુ દર્દીના થાય છે મોત
રાજ્યમાં મૃત્યુદર 1.56% છે જો કે મે મહિનામાં દરરોજનો મૃત્યુઆંક 100 કરતાં વધુ રહ્યો છે. 13 મેની વાત કરીએ તો આજે ઉત્તરાખંડમાં મૃત્યુઆંક 112 છે. અમે સેમ્પલ પોઝિટિવિટી રેટ પણ 6.51% છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,245 લોકોના મૃત્યુ થયાં છે જેમાં માત્ર દહેરાદૂનમાં જ 2,316 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
વધુ વાંચો: બિહારમાં 25 મે સુધી લોકડાઉન, મુખ્ય પ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી