ETV Bharat / bharat

પુત્રીના મૃતદેહને ખંભા પર ઉંચકીને પગપાળા જવા પિતા થયા મજબુર, જાણો કારણ - લખનપુર આરોગ્ય કેન્દ્ર

સુરગુજા જિલ્લાના લખનપુર આરોગ્ય કેન્દ્રથી(Lakhanpur Health Center) એક પિતા તેની પુત્રીના મૃતદેહને તેના ખંભા પર લઈને(The father carried his daughter's body on his shoulders) રસ્તા પર ચાલતો નીકળ્યો.

શબવાહીની ના મળી તો પિતા પુત્રીના મૃતદેહને ખંભા પર લઈ પગપાળા રવાના થયાને તંત્ર હરકતમાં આવ્યું

author img

By

Published : Mar 26, 2022, 12:34 PM IST

Updated : Mar 26, 2022, 1:46 PM IST

સુરગુજાઃ પંથકમાંથી હૃદય હચમચાવી નાખે તેવુ દ્રશ્ય સામે આવ્યું છે. અહીં સારવાર દરમિયાન 7 વર્ષની બાળકીનું મોત(Woman dies while undergoing treatment at Lakhanpur Health Center) થયું હતું. યુવતીને તાવ અને પેટમાં દુખાવો થતો હતો. આ ઘટના લખનપુરની છે. એમ્બ્યુલન્સની સુવિધા ન મળવાને કારણે પિતાએ પુત્રીના મૃતદેહને(Child dies due to non-availability of ambulance facility) ખભા પર મૂકીને વિદાય લીધી હતી. જોકે, સ્થાનિક લોકોએ બાઇકની વ્યવસ્થા કરી તેને ઘરે લઇ ગયા હતા. પિતાના ખંભા પર બાળકીના મૃતદેહ જોઈને સૌની આંખો ભરાઈ આવી હતી.આરોગ્ય પ્રધાન ટીએસ સિંહદેવે આ સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ત્યાર બાદ સંયુક્ત નિયામક આરોગ્યને કાર્યવાહી કરવા અંગેની સૂચના આપવામાં આવી છે. આરોગ્ય પ્રધાને લખનપુર BMOને હટાવવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રીએ વિભાગ તરફથી કારણદર્શક નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે.

પરિવારજનો તેને ઘરે જ સારવાર કરાવતા: આમદલા ગામના ઈશ્વરદાસની સાત વર્ષની પુત્રી સુરેખાને છેલ્લા બે દિવસથી ખૂબ જ તાવ આવતો હતો. તેના પરિવારજનો તેને ઘરે જ સારવાર કરાવતા હતા. શુક્રવારે રાત્રે 7 વાગ્યે અચાનક પેટમાં દુખાવો શરૂ થતાં તેને સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી હતી. મૃતકના પિતાના કહેવા પ્રમાણે, ડોક્ટરોએ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર શરૂ કરી અને બાળકી જલ્દી સ્વસ્થ થઈ જશે તેવી ખાતરી પણ આપી હતી.

આ પણ વાંચો: મધેપુરામાં મહિલાને બેરહેમીથી માર માર્યોનો વીડિયો થયો વાયરલ

છોકરીએ રાતથી ખાધું નહોતુ: મળતી માહિતી અનુસાર હેલ્થ સેન્ટરમાં તૈનાત નર્સે બાળકીને ઈન્જેક્શન આપ્યું હતું. ઈન્જેક્શન દરમિયાન નર્સને કહેવામાં આવ્યું કે છોકરીએ રાતથી ખાધું નથી અને તેનું પેટ ખાલી છે, પરંતુ આમ છતા નર્સે ઈન્જેક્શન આપ્યું. ઈન્જેક્શન બાદ બાળકીના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું અને તેનું મોત થઈ નિપજ્યુ હતુ.

15 દિવસથી તાવ હતો: BMO ડૉ. પીએસ કેરકેટાનું કહેવું છે કે, છોકરી 15 દિવસથી બીમાર હતી. તેને તાવ હતો અને ઓક્સિજનનો અભાવ હતો. તેને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓટોપ્સીની અછત છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

સવારે 9:15 વાગ્યે શબવાહીની લખનપુર પહોંચ્યી:1099 પર ફોન કરવાને બદલે મૃતકના પિતાએ શબવાહીની આપવા માટે કોઈ અધિકારીને ફોન કર્યો હતો. લખનપુરમાં શબવાહીની ન હોવાના કારણે શબવાહીની ઉદયપુરથી મોકલવામાં આવી હતી. સવારે 9:15 વાગ્યે શબવાહીની લખનપુર પહોંચ્યી હતી, પરંતુ ત્યાં સુધીમાં પુત્રીના મોતથી વ્યથિત પિતા પગપાળા ઘરે જવા રવાના થઈ ગયા હતા.

આરોગ્ય મંત્રીની કાર્યવાહી: આ ઘટના અંગે આરોગ્ય પ્રધાન ટીએસ સિંહદેવના નિર્દેશ પર વિભાગે મોટી કાર્યવાહી કરી છે. CMHOએ BMO PS Kerketta ને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવી દીધા છે. CMHOએ BMOનો ચાર્જ રૂપેશ ગુપ્તાને સોંપવાની સૂચના આપી છે. શબવાહીની ન આપવા માટેની મોટી બેદરકારી ગણીને BMOને યોગ્ય કારણ બતાવવા નોટિસ ફટકારવામાં આવી છે. નોટિસનો સંતોષકારક જવાબ નહીં મળે તો કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો:શાળાની મહિલા શિક્ષિકે 17 વર્ષના છોકરાનું અપહરણ કરી કર્યા લગ્ન અને.....

સ્વજનો મૃતદેહ લઈને રવાના: આ બાબતે સ્વાસ્થ્ય પ્રધાન ટીએસ સિંહદેવે કહ્યું કે, બાળકીની સ્થિતિ નાજુક હતી અને ઓક્સિજનનું સ્તર પણ ઓછું હતુ. સારવાર કરવામાં આવી હતી, પરંતુ બાળકીને બચાવી શકાઈ ન હતી. શબવાહીની સવારે 9 વાગ્યા સુધી પહોંચી ગઈ હતી, પરંતુ તે પહેલા જ સ્વજનો મૃતદેહ લઈને રવાના થઈ ગયા હતા. જવાબદાર અધિકારીએ જોવું જોઈએ કે શોકગ્રસ્ત પરિવાર પાસે વાહનની વ્યવસ્થા છે કે નહીં. જ્યારે વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે શોકગ્રસ્ત પરિવારને શબવાહીની આવે ત્યાં સુધી ધીરજ રાખવા માટે સમજાવવાની જરૂર હતી. આ બાબત આરોગ્ય વિભાગના જવાબદાર અધિકારીએ જોવાની હતી. મેં કાર્યવાહી માટે સૂચના આપી છે. જે અધિકારી કામ નથી કરતા તેમને દૂર કરવા જોઈએ. જિલ્લામાં કુલ પાંચ વાહનો છે, જેમાંથી ઉદેપુરમાં પણ એક વાહન છે. શબવાહીની 17 કિમી દૂર સુધી પહોંચ્યો હતી, પરંતુ ત્યાં સુધીમાં સ્વજનો મૃતદેહ લઈ ગયા હતા.

Last Updated : Mar 26, 2022, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.