ચેન્નાઈ : નિત્યાનંદ આશ્રમમાંથી(Nityananda Ashram) પુત્રીને છોડાવવા માટે પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી(father did this to save his daughter) છે. કહેવાય છે કે, કર્ણાટકના બેંગ્લોરના મૈસૂર રોડનો રહેવાસી નાગેશ નિવૃત્ત એન્જિનિયર અને તેની પત્ની માલા પ્રોફેસર છે. આ દંપતીને બે પુત્રીઓ વૈષ્ણવી અને વરુદુની છે. નાગેશ અને તેનો પરિવાર તિરુવન્નામલાઈ સ્થિત નિત્યાનંદ આશ્રમ ગયો હતો.
આ પણ વાંચો - માસૂમ પર નરાધમોએ ગુજાર્યો દુષ્કર્મ, પરિવારને આવી રીતે પડી ખબર
પુત્રીને છોડાવવા પિતાની મથામણ - નાગેશ અને તેની પત્ની અને મોટી પુત્રી વૈષ્ણવી આશ્રમ છોડીને ચાલ્યા ગયા પરંતુ નાની પુત્રી વરુદુની આશ્રમમાં જ રહી ગઇ હતી. આના પર નાગેશે આશ્રમ પ્રશાસનને તેની પુત્રીને તેની સાથે મોકલવા કહ્યું હતું. આશ્રમના અધિકારીઓએ કહ્યું કે, વરુદુનીને બેંગલુરુના આશ્રમમાંથી ટ્રાન્સફર કરવામાં આવી છે. આ પછી, જ્યારે વરુદુનીના પિતા નાગેશ તિરુવન્નામલાઈ સ્થિત નિત્યાનંદ આશ્રમમાં ગયા ત્યારે તેમને તેમની પુત્રી ત્યાં આશ્રમની અંદરથી મળી હતી.
આ પણ વાંચો - પ્રેમને કોઇ સીમા નડતી નથી : પ્રેમમાં પાગલ યુવતીએ પ્રેમીને મળવા માટે પાકિસ્તાન જવાનો કર્યો પ્રયાસ
પોલીસનો લેવાયો સહારો - આશ્રમ વહીવટીતંત્ર દ્વારા વારંવાર કહેવામાં આવ્યું હતું કે, તેમની પુત્રી અહીં નથી. આ કારણે નાગેશ સમજી શકતો ન હતો કે તેની પુત્રીને ત્યાંથી કેવી રીતે બહાર કાઢવી. આના પર નાગેશે નિત્યાનંદ આશ્રમમાં ફસાયેલી દીકરીને બચાવવા માટે 26 જૂને તિરુવન્નામલાઈ ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.