ETV Bharat / bharat

ફરી ખેડૂત આંદોલનના ભણકારા! હરિયાણામાં ખેડુતો અને જવાનો આમને-સામને - વીજળી વિતરણ નિગમ

ખેડુતોના આંદોલન (Farmers protest) ફરી એકવાર ઉગ્ર જોવા મળી રહ્યું છે. તેની એક નાનકડી ઝલક 26 જૂને હરિયાણાના પંચકુલામાં જોવા મળી હતી. સંયુક્ત કિસાન મોરચાના (Sanyukt Kisan Morcha) આહ્વાન પર હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય (Satyadev Narayan Arya Governor Haryana) ને આવેદનપત્ર આપવા ખેડુતો પગપાળા કૂચ કરી હતી.

Farmers protest in hariyana
હરિયાણામાં ખેડુતો અને જવાનો ફરી આમને-સામને
author img

By

Published : Jun 26, 2021, 8:40 PM IST

  • 7 મહિના બાદ ફરી જાગ્યું ખેડુત આંદોલ
  • પંચકુલા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા
  • ખેડૂતો દ્વારા રાજ્યપાલને આપવામાં આવ્યું આવેદનપત્ર

પંચકુલા (હરિયાણા) : 26 જૂનના રોજ ખેડુત આંદોલને (Farmers protest) 7 મહિનાનો જેટલો સમય થઈ ગયો છે. આ પ્રસંગે સંયુક્ત કિસાન મોરચા (Sanyukt Kisan Morcha)એ દેશના ખેડુતોને પોતપોતાના રાજ્યોમાં રાજ્યપાલને રાષ્ટ્રપતિ (Satyadev Narayan Arya Governor Haryana)ના નામે આવેદનપત્ર આપવા જણાવ્યું હતું. હરિયાણામાં આજે શનિવારે સવારેથી જ નાડા સાહિબ ગુરુદ્વારા પંચકુલા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થવાનું શરૂ કર્યું હતું.

હરિયાણામાં ખેડુતો અને જવાનો ફરી આમને-સામને

આ પણ વાંચો: Save Agriculture Save Democracy: ખેડૂતો આજે દેશભરમાં 'કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો' દિવસની ઉજવણી કરશે

રાજભવન સુધી ખેડુતોની પદયાત્રા

ખેડૂતોની સંખ્યા બપોર સુધીમાં ઘણી ઝડપથી વધવા લાગી હતી. આ દરમિયાન નિર્ણય લેવાયો હતો કે, રાજભવન સુધી ખેડુતો પદયાત્રા કરશે. રાજ્યપાલને આવેદનપત્ર આપ્યા બાદ ખેડુતો હરિયાણા વીજળી વિતરણ નિગમ(Haryana Electricity Distribution Corporation) ને ઘેરાવ કરશે. પોલીસ-વહીવટીતંત્ર પણ ખેડૂતોની આ યાત્રાને લઈને સજાગ દેખાયું હતું. આથી, રાજભવનની આજુબાજુ એક વિશાળ પોલીસ બંદોબસ્ત ગોઠવી બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા.

Farmers protest in hariyana
હરિયાણામાં ખેડુતો અને જવાનો ફરી આમને-સામને

પોલીસની કિલ્લેબંધી નિષ્ફળ

રાજભવન તરફ પગપાળા કૂચ કરતા ખેડૂતોના ટોળાને ધ્યાનમાં રાખીને પોલીસની કિલ્લેબંધી નિષ્ફળ ગઈ. ખેડૂતોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે બેરીકેડ્સ કાઢવા પડ્યા હતા. જે બાદ ખેડૂતો પગપાળા કૂચ કરી આગળ વધ્યા હતા.

આ પણ વાંચો: કૃષિ કાયદાને લઇ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી સરકારને આપી ચેતવણી

ખેડૂતોએ વીજળી વિતરણ નિગમને ઘેરાવ કર્યો

રાજ્યપાલના ADC ખુદ પોલીસના બેરીકેડ સુધી આવ્યા હતા અને ખેડૂતો પાસેથી આવેદનપત્ર લીધું હતા. જે બાદ સંયુક્ત કિસાન મોરચાના લોકો ત્યાંથી વીજળી વિતરણ નિગમને ઘેરાવ તરફ પરત આવ્યા હતા. ખેડુતોની આ કૂચનું નેતૃત્વ સંયુક્ત કિસાન મોરચાના સભ્ય યોગેન્દ્ર યાદવ, ખેડૂત આગેવાન ગુરનમ ચડુની, અપક્ષ ધારાસભ્ય સોમબીર સંગવાન અને ઘણા મોટા ખેડૂત નેતાઓએ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.