- આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાશે
- સિંધુ બોર્ડર પર સવારે 11 વાગ્યે બેઠક શરૂ થશે
- બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર વિચાર કરવામાં આવશે
સોનીપત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત બાદ ભવિષ્યની રણનીતિ નક્કી કરવા માટે આજે રવિવારે (FARMERS MEETING AT SINGHU BORDER) સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાશે. મળતી માહિતી મુજબ આ બેઠક સિંધુ બોર્ડર પર સવારે 11 વાગ્યે શરૂ થશે. આ પહેલા શનિવારે સંયુક્ત કિસાન મોરચાના (samyukta kisan morcha meeting) અગ્રણી નેતાઓની 9 સભ્યોની સમિતિની બેઠક યોજાઈ હતી. આજની બેઠકમાં ખેડૂતોની મુખ્ય માંગણીઓ પર વિચાર કરવામાં આવશે. આ સાથે શહીદ ખેડૂતોના પરિવારને વળતર આપવા પર પણ વાત થશે.
આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલ હરિદ્વારની મુલાકાતે, ભાજપના વરિષ્ઠ નેતાઓ AAPમાં જોડાઈ શકે છે!
સૌથી મહત્વપૂર્ણ મુદ્દો MSPની માગને લઈને આગળની રણનીતિ તૈયાર કરવાનો
અગાઉ આ બેઠક શનિવારે મળવાની હતી પરંતુ કોઈ કારણસર ખેડૂત આગેવાનોએ સંયુક્ત બેઠક મોકૂફ રાખી હતી. મળતી માહિતી મુજબ સિંધુ, ગાઝીપુર અને ટિકરી બોર્ડર પરથી મોરચો હટાવવાના મુદ્દા પર પણ મુખ્યત્વે સિંધુ બોર્ડર પર ખેડૂત નેતાઓની બેઠકમાં વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો MSPની માગને લઈને આગળની રણનીતિ તૈયાર કરવાનો રહેશે. સિંધુ બોર્ડર પર યોજાનારી બેઠકનો (FARMERS MEETING AT SINGHU BORDER) સૌથી મહત્વનો મુદ્દો MSP પર કાયદો બનાવવાની માગ છે. આ સાથે બીજો મુદ્દો વીજળી પરના વટહુકમને પાછો ખેંચવાનો છે. ત્રીજો મુદ્દો પરાલીના કેસનો પરત આવવાનો છે. ચોથો મુદ્દો ખેડૂતોના આંદોલનના કેસ પરત કરવાની માગ અને પાંચમો મુદ્દો આંદોલનમાં શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને વળતરની માંગણીનો રહેશે.
આ પણ વાંચો: repeal farm law: અરવિંદ કુમાર શર્માના રિપોર્ટ પર વડાપ્રધાન મોદીએ કૃષિ કાયદાને પાછો ખેંચવાનો લીધો નિર્ણય
ખેડૂતો આજની બેઠકમાં ખેડૂતો મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે દેશને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ (Prime Minister Narendra Modi) કહ્યું હતું કે આજે દેશવાસીઓની માફી માંગતી વખતે હું કહેવા માંગુ છું કે આપણી તપસ્યામાં કંઈક ઉણપ તો રહી જ હશે. કેટલાક ખેડૂતો ભાઈઓને મનાવી શક્યા નથી. આજે ગુરુ નાનક દેવનો પવિત્ર તહેવાર છે. આ સમય કોઈને દોષ આપવાનો નથી. આજે હું આખા દેશને જણાવવા આવ્યો છું કે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય (repeal farm law) લેવામાં આવ્યો છે. જે બાદ હવે ખેડૂતો આજની બેઠકમાં (samyukta kisan morcha meeting) ખેડૂતો મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે અને આગળની રણનીતિ અંગે ચર્ચા કરશે.