- ખેડૂતો આજે સમગ્ર દેશમાં 'કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો' (save agriculture save democracy day) દિવસ ઉજવી રહ્યા છે
- દિલ્હી મેટ્રો કોર્પોરેશને (Delhi Metro Corporation) મેટ્રોના ત્રણ સ્ટેશન (યુનિવર્સિટી, સિવિલ લાઈન, વિધાનસભા) બપોરે 2 વાગ્યા સુધી બંધ રાખ્યા
- દિલ્હીના ઉપરાજ્યપાલ (Vice-Governor of Delhi)ને મેમોરેન્ડમ સોંપવા સમયે પોલીસ દુર્વ્યવહાર કરશે તો બોર્ડર પર બેઠેલા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે
નવી દિલ્હીઃ કૃષિ કાયદા (Agricultural law) સામે દિલ્હીની સીમાઓ પર ખેડૂતોના પ્રદર્શનને સાત મહિના પૂર્ણ થઈ ગયા છે ત્યારે ખેડૂતો આજે સમગ્ર દેશમાં 'કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો' (save agriculture save democracy day) દિવસ ઉજવી રહ્યા છે. ખેડૂતો આ દિવસને જોતા દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને મેટ્રોના ત્રણ સ્ટેશન (યુનિવર્સિટી, સિવિલ લાઈન, વિધાનસભા) સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંધ રાખ્યા છે. ખેડૂતો દિલ્હીના ઉપરાજ્યપાલને મેમોરેન્ડમ સોંપવા માટે સમય માગી રહ્યા છે. જ્યારે ખેડૂતોએ નક્કી કર્યું છે કે, જો ઉપરાજ્યપાલને મળવા જવા વખતે પોલીસ દ્વારા દુર્વ્યવહાર કરાશે તો બોર્ડર પર બેઠેલા અન્ય ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે.
આ પણ વાંચો- ખેડૂતોનો બ્લેક ડે, દિલ્હીની સરહદો પર પોલીસે વધારી સુરક્ષા
ઢાંસાથી કેટલાક ખેડૂતો દિલ્હીના ઉપરાજ્યપાલ (Vice-Governor of Delhi)ને મળવા જશે
ભારતીય ખેડૂત સંઘ (Indian Farmers Union)ના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે, ઢાંસાથી કેટલાક ખેડૂતો દિલ્હીના ઉપરાજ્યપાલને મળવા જશે. અને જો તે પ્રદર્શન દરમિયાન કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરાશે તો બોર્ડર પર બેઠેલા ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરશે. શુક્રવારે ગાઝીપૂર બોર્ડર પર દિલ્હી પોલીસના અધિકારીઓ સાથે ખેડૂત નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોએ માગ રાખી હતી કે, દિલ્હીના ઉપરાજ્યપાલને મળવાનો સમય તમે અમને આપો. જ્યારે દિલ્હી પોલીસ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, તે શક્ય નથી. ત્યારબાદ દિલ્હી પોલીસ અને ખેડૂતો વચ્ચે સંમતી ન બની અને બેઠકને પૂર્ણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- સંયુક્ત કિસાન મોરચાએ સરકારે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતો પરિપત્ર જાહેર કર્યો
SKMને સાધ્યું નિશાન
સંયુક્ત ખેડૂત મોરચા (SKM)ના જણાવ્યાનુસાર, 'કૃષિ બચાવો, લોકતંત્ર બચાવો' દિવસ ઈમરજન્સીની જાહેરાતની 46મી વર્ષગાંઠ અને 1975 અને 1977 દરમિયાન ભારતની ઈમરજન્સીના કાળા દિવસોની પૃષ્ઠભૂમિ સામે પણ છે. આ એક એવો સમય હતો. જ્યારે નાગરિકોના લોકશાહી અધિકારીઓ પર કઠિનતાથી અંકુશ લગાવવામાં આવ્યો હતો અને નાગરિકોના માનવાધિકારોનું ઉલ્લંઘન થયું હતું. બીજી તરફ શનિવારે 20મી સદીના ભારતને એક પ્રતિષ્ઠિત ખેડૂત નેતા સ્વામી સહજાનંદ સરસ્વતીની પુણ્યતિથિ પણ છે, જેમણે જમીનદારી વ્યવસ્થા સામે લડાઈ લડી હતી.