- ઉત્તરપ્રદેશના પીલીભીતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ભાજપ પર પ્રહાર કર્યા હતા
- ઉત્તરપ્રદેશમાં વર્ષ 2022માં ભાજપ તાલિબાનની જેમ સરકાર બનાવશે
- ભાજપ બંદૂકની અણીએ સરકાર બનાવવાનું કામ કરશેઃ રાકેશ ટિકૈત
પીલીભીતઃ ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત એક દિવસીય પ્રવાસ પર પીલીભીત પહોંચ્યા હતા. અહીં તેમણે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી અંગે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં ભાજપ બંદૂકની અણીએ તાલિબાનના રસ્તે સરકાર બનાવવાનું કામ કરશે, જેનો એક નમૂનો ગઈ પંચાયત ચૂંટણીમાં જોવા મળ્યો છે. તે ચૂંટણીમાં ભાજપે જોરદાર હેરાફેરી કરી હતી. કેટલીક જગ્યાએ તો ઉમેદવારી ભરવાથી પણ અમુક લોકોને રોકવામાં આવ્યા હતા. તો કેટલીક જગ્યાએ અરજી રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો- રાકેશ ટિકૈતે ભાજપને ગણાવી કિમ જોંગની સરકાર
સરકારના ઈશારા પર મીડિયા સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા
મીડિયા સંસ્થાઓ પર થયેલા દરોડાની ટીકા કરતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, પંચાયત ચૂંટણીમાં થયેલી હેરાફેરીને પ્રમુખતાને દેખાડનારી મીડિયા સંસ્થાઓ પર સરકારના ઈશારા પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે પણ સાચું બતાવવાનો પ્રયાસ કરે તો તેમનો અવાજ દબાવવાનું કામ કરવામાં આવે છે. વર્તમાનની ભાજપ સરકારમાં કેમેરા અને કલમ પર બંદૂકની ચોકી છે.
આ પણ વાંચો- Exclusive Interview: જંતર-મંતર પર આંદોલન કરી રહેલા રાકેશ ટિકૈત સાથે ખાસ વાતચીત
પંચાયત ચૂંટણીમાં વોટ આપવાનો ઈનકાર કરનારાઓને ધમકી અપાઈ હતી
રાકેશ ટિકૈતે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, ગઈ પંચાયત ચૂંટણીમાં જે બીડીસી અને જિલ્લા પંચાયત સભ્યોએ વોટ આપવાથી ઈનકાર કર્યો હતો. તેમની સંપત્તિઓને ગેરકાયદેસર બતાવીને બુલડોઝર ફરાવવાની ધમકી આપવામાં આવી હતી. બદલામાં વોટ આપવાની વાત કહેવામાં આવી હતી. રાકેશ ટિકૈતન પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, શું તમે તમારા સમર્થકોને મળી રહ્યા છો. તેમને ચૂંટણીને લઈને શું દિશા-નિર્દેશ જાહેર કરી રહ્યા છો. આ અંગે રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, ખેડૂત પોતાનો પાક બચાવવાની તૈયારી કરી રહ્યો છે, ચૂંટણી નહીં.