ETV Bharat / bharat

શીખ સંતે ગોળી મારી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું - 'ખેડૂતોના હાલ જોઈ દિલ દુભાઈ છે' - શીખ સંત આત્મહત્યા

બુધવારે સિંધુ બોર્ડર પર કૃષિ કાયદાનો વિરુદ્ધ કરતા કરનાલના સંત રામસિંહે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી હતી. ગોળી લાગ્યા બાદ તેમણે તુરંત પાનીપત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જયાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતાં. સંત રામસિંહ પાસેથી એખ સુસાઈડ નોટ મળી આવી છે. રામસિંહ કરનાલના સિંગડા ગામના ગુરુદ્વારમાં રહેતા હતાં.

xz
xz
author img

By

Published : Dec 17, 2020, 8:08 AM IST

હરિયાણાઃ બુધવારે સિંધુ બોર્ડર પર કૃષિ કાયદાનો વિરુદ્ધ કરતા કરનાલના સંત રામસિંહે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી હતી. ગોળી લાગ્યા બાદ તેમણે તુરંત પાનીપત હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. જયાં ડોક્ટરે તેમને મૃત ઘોષિત કર્યા હતાં. સંત રામસિંહ પાસેથી એખ સુસાઈડ નોટ મળી આવી છે. રામસિંહ કરનાલના સિંગડા ગામના ગુરુદ્વારમાં રહેતા હતાં.

શું લખ્યું છે સુસાઈડ નોટમાં ..?

ખેડૂતોનું દુઃખ જોયુ, પોતાના હક માટે રોડ પર બેઠા છે. બહુ જ દિલ દુભાઈ છે. સરકાર ન્યાય નથી આપી રહી, જુલ્મ છે. જુલ્મ કરવું પાપ છે, જુલ્મ સહન કરવું પણ પાપ છે. કોઈએ પણ ખેડૂતોના હકમાં કે પછી જુલ્મ સામે કંઈ કર્યુ, કંઈ નથી કર્યુ. કેટલાક લોકએ સન્માન અવોર્ડ પરત કર્યા અને રોષ વ્યક્ત કર્યો,તો પણ કંઈ ન થયું. હું ખેડૂતોના હકમાં અને સરકારના જુલ્મને લઈ આત્મહત્યા કરુ છું. આ જુલ્મ સામે એક અવાજ છે, આ ખેડૂતોના હકમાં અવાજ છે, વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજીની ફતેહ.

Etv Bharat
સુસાઈડ નોટમાં લખ્યું - 'ખેડૂતોના હાલ જોઈ દિલ દુભાઈ છે'

સતત 21માં દિવસે પણ ખેડૂત આંદોલન યથાવત

આપને જણાવ દઈએ કે ખેડૂત હરિયાણા-દિલ્હી સિંધુ બોર્ડર પર કૃષિ કાયદો રદ કરવા માટે ધરણાં પર બેઠા અને આંદોલન કરી રહ્યાં છે. વધતી ઠંડીને કારણે ખેડૂતોના મોતની સંખ્યા પણ વધી રહી છે. બુધવારે સાંજે કરનાલના એક ખેડૂતનું શંકાસ્પદ સ્થિતિઓમાં મોત થયું છે. પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

અત્યાર સુધીમાં 6 ખેડૂતોના થયા મોત

  • પંજાબના પટિયાલા જિલ્લામાં રહેતા પાલા નામના ખેડૂતનું 16 ડિસેમ્બર બુધવારે સવારે મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસ મુજબ વધતી જતી ઠંડી અને હાર્ટ એટેકને કારણે ખેડૂતનું મોત નીપજ્યું છે.
  • 15 ડિસેમ્બરે સિંઘુ બોર્ડર પર ઉષા ટાવરની સામે એક ખેડૂતની હત્યા કરાઈ હતી. મૃતક ખેડૂતની ઓળખ મોહાલી (ઉમર 70 વર્ષ) રહેવાસી ગુરમીત તરીકે થઈ હતી. ખેડૂતનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.
  • 15 ડિસેમ્બરની મોડી રાતે કરનાલમાં રોડ ક્રેશ થઈ ગયો. જેમાં દિલ્હીથી પરત ફરી રહેલા બે ખેડુતોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક ખેડુતોમાં 24 વર્ષીય ગુરપ્રીત પણ હતા, જે તેના માતાપિતાનો એકમાત્ર સંતાન હતો.
  • 14 ડિસેમ્બરના રોજ સિંહુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા બટર સિંહ નામના ખેડૂતનું મોત થયું છે. અહેવાલ છે કે ખેડૂતનું મોત હાર્ટ એટેકને કારણે થયું હતું. મૃતક ખેડૂતના નિષ્ણાંતોએ સરકાર તરફથી તેમના પરિવારના સભ્યોને સરકારી નોકરી અને આર્થિક સહાયની માંગ કરી છે.
  • 6 ડિસેમ્બરે સિરસાના કાલાંવાળીના કમલજીત નામના ખેડૂતનું મોત નીપજ્યું હતું. ધરણાથી પરત ફરી રહ્યા હતા ત્યારે ખુનાયમલકાણા ટોલ પાસે તેમની તબિયત લથડી હતી. પરિવારના સભ્યોએ કમલજીત સિંહને તાબડતોબ ડબાવિલની સિલીવ હોસ્પિટલમાં દાખલ કર્યા. ગંભીર સ્થિતિને કારણે ડોકટરોએ જવાબ આપ્યો. જે બાદ તેને સિરસાની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ખેડૂતનું મોત નીપજ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.