- ભારતને બુધવારે બહુ મોટી ખોટ પડી છે
- ગાંધીવાદી મૌલાના વહીદુદ્દીનનું નિધન થયું
- 96 વર્ષીય મૌલાનાએ બુધવારે લીધા અંતિમ શ્વાસ
ન્યૂઝ ડેસ્કઃ ભારતને બુધવારે એક મોટી ખોટ પડી છે. કારણ કે, પ્રખ્યાત ઈસ્લામી વિદ્વાન અને ગાંધીવાદી લેખક મૌલાના વહીદુદ્દીનનું નિધન થયું છે. 96 વર્ષીય મૌલાના કોરોના સંક્રમિત થતા તેમને 12 એપ્રિલે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે બુધવારે રાત્રે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ વાંચોઃ કોરોનાના કારણે અભિનેતા અર્જુન મંજુનાથનું નિધન
મૌલાનાના નામથી પ્રખ્યાત વહીદુદ્દીન ખાનને આ વર્ષે જ જાન્યુઆરીમાં દેશનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મવિભૂષણ એનાયત કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી હતી. કુરાનનું સમકાલીન અંગ્રેજીમાં અનુવાદ કરવા માટે ખ્યાતિ મેળવનારા મૌલાનાને આ પહેલા વર્ષ 2000માં દેશનો ત્રીજા નંબરનું નાગરિક સન્માન પદ્મભૂષણ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં મહિલા ASIનું કોરોનાથી નિધન
વિશ્વના 500 સૌથી વધુ પ્રભાવી મુસ્લિમોની સૂચિમાં મૌલાનાનું નામ હતું
ઉત્તરપ્રદેશના આઝમગઢમાં બધરિયા ગામમાં વર્ષ 1925માં મૌલાનાનો જન્મ થયો હતો. મૌલાનાની ઓળખ શાંતિ માટે કામ કરનારી મોટી હસ્તીઓમાં કરવામાં આવતી હતી. હાલમાં દિલ્હીમાં રહેતા મૌલાનાને વિશ્વના 500 સૌથી વધુ પ્રભાવી મુસ્લિમોની સૂચિમાં શામેલ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને તેમની ચર્ચા ઈસ્લામમાં મહિલાઓના અધિકાર, કોન્સેપ્ટ ઓફ જેહાદ, વિમાન અપહરણ-એક અપરાધ જેવા લેખોના કારણે કરવામાં આવી છે.