મુંબઈ: દિગ્ગજ ફિલ્મ નિર્દેશક મણિરત્નમને મંગળવારે તાવના લક્ષણોને કારણે અહીંની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ (Mani Ratnam hospitalised) કરવામાં આવ્યા હતા. કોર્પોરેટ હોસ્પિટલમાં જ્યાં તેને દાખલ કરવામાં આવ્યો છે ત્યા હજુ સુધી સત્તાવાર રીતે પ્રતિક્રિયા આપી નથી.
રીપોર્ટ નેગેટિવ: સૂત્રોએ જણાવ્યું હતું કે, દિગ્દર્શકને (South Indian Film director ) આજે તાવના લક્ષણો સાથે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. તેમને COVID-19 માટે પરીક્ષણ કરતા રીપોર્ટ (Manirathanam corona test) નેગેટિવ આવ્યો હતો અને આજે રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો- વાયરસનો વાયરો: ભારતમાં વધુ એક વ્યક્તિને મંકીપોક્સના ચેપની પુષ્ટિ
તમને જણાવી દઈએ કે, મણિરત્નમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત નિર્દેશકે ફિલ્મ જગતને એકથી વધુ ફિલ્મો આપી છે. કલ્કીની ઐતિહાસિક નવલકથા પર આધારિત તેની ડ્રીમ ફિલ્મ 'પોનીયિન સેલ્વન' રિલીઝ (Ponniyin Selvan Reliese) પહેલા જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં કાર્તિ, વિક્રમ, ઐશ્વર્યા રાય, ત્રિશા, જયરામ, પ્રભુ, પાર્થિબન, વિક્રમ પ્રભુ, જયમ રવિ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સાથે જ ફિલ્મમાં એઆર રહેમાનનું શ્રેષ્ઠ સંગીત (A r rahman music) પણ સાંભળવા મળશે.
આ પણ વાંચો- સ્મૃતિ ઈરાની વિરુદ્ધ રાંચી પોલીસમાં ગૂનો દાખલ: ઝારખંડ કોંગ્રેસે કરી ફરિયાદ
એ પણ ઉલ્લેખનીય છે કે, PETAની ફરિયાદ પર ફિલ્મ નિર્દેશક મણિરત્નમ વિરુદ્ધ પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. વાસ્તવમાં, જ્યારે શૂટ દરમિયાન એક ઘોડાનું મૃત્યુ થયું ત્યારે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. PETAએ મણિરત્નમના ફિલ્મ પ્રોડક્શન હાઉસ મદ્રાસ ટોકીઝ અને ઘોડાના માલિક વિરુદ્ધ અબ્દુલ્લાપુરમ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. તે જ સમયે, એનિમલ વેલ્ફેર બોર્ડે પણ મણિરત્નમને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
હૈદરાબાદમાં શૂટિંગ: રિપોર્ટ અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે ક્રૂ હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ દરમિયાન માથું અથડાવાને કારણે ઘોડાનું મૃત્યુ થયું હતું. તમને જણાવી દઈએ કે આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં ઘણા ઘોડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મણિરત્નમની ફિલ્મ 'પોનરિયાઈન સેલવાન'ના પહેલા ભાગનું શૂટિંગ દેશના અલગ-અલગ ભાગોમાં કરવામાં આવ્યું છે.