- રાજસ્થાનમાં સાઉથ આફ્રિકાથી આવેલા 4 સભ્યો કોરોના પોઝિટિવ
- એક જ પરિવારના 4 સભ્યો પોઝિટિવ આવતા ઓમિક્રોનની શંકા
- એક સાથે 4 સભ્યો પોઝિટિવ થતા મેડીકલ વિભાગમાં હડકંપ
જયપુર (રાજસ્થાન): કોરોનાના નવા વેરિયન્ટ (Omicron Cases in India) અંગે વિશ્વ એલર્ટ પર છે. દક્ષિણ આફ્રિકા (South Africa)માં પહેલી વખત આવેલા ઓમિક્રોન સ્ટ્રેઈન (Omicron Strain) હવે વિશ્વભરના અનેક દેશમાં પગપેસારો થઈ ચૂક્યો છે.
આ પણ વાંચો- Omicron Corona World : કોરોનાના ઓમિક્રોન ડેલ્ટા વેરિયન્ટને કારણે વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધો
સાઉથ આફ્રિકાથી પરત આવેલો પરિવાર કોરોના સંક્રમિત
ભારત સરકાર (Govt of India) અને રાજ્ય સરકારો પણ આ અંગે ખૂબ જ સચેત છે. હાલમાં જ ભારતમાં પણ ઓમિક્રોનથી જોડાયેલા કેસ (Omicron Cases in India) જોવા મળ્યા છે. આ તમામની વચ્ચે રાજધાની જયપુરમાં પણ સાઉથ આફ્રિકાથી પરત આવેલો પરિવાર (Suspicion of Omicron in Rajasthan) કોરોના સંક્રમિત આવ્યા છે, જેમાં બાળકો પણ સામેલ છે. તેવામાં મેડિકલ વિભાગ તરફથી ઓમિક્રોનની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- omicron variant symptoms: ઓમિક્રોન ડેલ્ટા બીટા કોવિડ વેરિઅન્ટથી ખૂબ જ અલગ છે: દક્ષિણ આફ્રિકન ડૉક્ટર
જયપુરમાં મેડિકલ વિભાગને ઓમિક્રોનની શંકા
મેડીકલ વિભાગથી (Health department alert in Rajasthan) મળતી માહિતી અનુસાર, દાદીના ફાટક જયપુરના રહેવાસી એક જ પરિવારના 4 સભ્યો કોરોના સંક્રમિત થયા છે. જાણવા મળી રહ્યું છે કે, થોડા દિવસ પહેલા પરિવાર સાઉથ આફ્રિકાથી પરત આવ્યો છે. આમાં 2 બાળકો પણ સામેલ છે. હાલમાં આ દર્દીઓમાં ઓમિક્રોનની પુષ્ટિ નથી થઈ અને તેમના સેમ્પલ જિનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ જાણવા મળશે કે, સંક્રમણનું કારણ ઓમિક્રોન તો નથી. અત્યારે તમામ પરિવારના લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે અને આમાંથી સંપર્કમાં આવેલા લોકોની સૂચના એકઠી કરવામાં આવી રહી છે.