- જબલપુરમાંથી ગુજરાત પોલીસે સપન જૈનની કરી ધરપકડ
- સપનના પરીજનોની પણ ચાલી રહી છે પુછપરછ
- મોટી હૉસ્પિટલના નામ આવ્યા સામે
જબલપુર: રેમડેસિવીર ઇંજેક્શનની કાળાબજારીનો મામલે ગુરુવારની રાત્રે જબલપુરના સપન જૈન નામના વ્યક્તિને ગુજરાત પોલીસે હિરાસતમાં લીધો. આ ધરપકડ બાદ પોલીસ પુછપરછમાં આરોપીએ ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેમાં મોટી હૉસ્પિટલના માલિકના નામ પણ સામે આવ્યા છે.
પરીજનોના ગંભીર આક્ષેપ
સપન જૈનના પરીજનોએ જણાવ્યું હતું કે લાખો રૂપિયાની લેતીદેતી મામલે સપનને ગુજરાતથી ઇન્જેક્શન લાવવા માટે કહેવામાં આવ્યુ હતું. જીએસટી નંબર સાથે બિલ પણ આપવાનું કહેવામાં આવ્યું હતું. આથી તેણે ઇંજેક્શન લાવીને જેને આપવાના હતાં તેને આપી દીધા છે. પોલીસે જેવા મોટી હૉસ્પિટલના નામ સાંભળ્યા કે પોલીસ આશ્ચર્યમાં મુકાઇ ગઇ હતી. હવે પોલીસ સપનના પરીજનોની સત્યતા તપાસી રહી છે
વધુ વાંચો: 58 લાખનો નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો સુરત પોલીસે ઝડપી પાડ્યો
આરોપી સપન જૈનના કાકાનો ખુલાસો
અધારતાલ પોલીસ સ્ટેશનના પ્રભારી શૈલેષ મિશ્રાએ જણાવ્યું હતું કે સપન જૈનના કાકા સત્યેન્દ્ર જૈનની પુછપરછ કરવામાં આવી હતી જેમાં સીટી હૉસ્પિટલમાંથી તેમના ભત્રીજાને 70 લાખ રૂપિયાની દવા લેવાનું કહેવામાં આવ્યું હતું, જેમાં સરબજીત સિંહ મોખાએ તેમને કહ્યું હતું કે તમને 50 લાખ રૂપિયા આપીએ છીએ. તેને નકલી ઇંજેક્શન ડીલ કરનારનો નંબર પણ આપવામાં આવ્યો હતો.
પોલીસે બે ઇન્જેક્શન સપનના ઘરેથી કર્યા જપ્ત
અધારતાલ પોલીસે સત્યેન્દ્ર જૈનના ઘરેથી બે ઇંન્જેક્શન પણ ઝડપી પાડ્યા છે હવે પોલીસે એ તપાસ કરી રહી છે કે તેને આ ઇન્જેક્શન મળ્યા ક્યાંથી ? એક તરફ ગુજરાત પોલીસ સપન જૈનની પુછપરછ કરી રહી છે તો બીજી તરફ જબલપુર પોલીસ તેના પરીજનોની પુછપરછ કરી રહી છે.
વધુ વાંચો: લખનઉ: નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેંચતા વ્યક્તિની કરવામાં આવી ધરપકડ
ભગવતી ફાર્મામાં થઇ તપાસ
નકલી ઇન્જેકશનની મામલે નવી નવી વિગતો સામે આવી રહી છે જેમાં સ્વાસ્થ વિભાગ પ્રશાસન અને પોલીસે શનિવારે ભગવતી ફાર્મામાં પણ તપાસ શરૂ કરી હતી. અહીં અધારતાલ સ્થિત એક દુકાનમાં પણ પોલીસે તપાસ કરી હતી.
સીટી હૉસ્પિટલ પ્રશાસને જાહેર કર્યું પોતાનું નિવેદન
મીડિયા સતત નકલી ઇન્જેક્શન અંગે સીટી હૉસ્પિટલનું નામ આવ્યા બાદ માલિક સરબજીત સિંહ મોખાની તબિયત ખરાબ થઇ ગઇ છે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેમના પર જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તે નિરાધાર છે. ભગવતી ફાર્મા તમામ હૉસ્પિટલને દવા પૂરી પાડે છે તેવી જ રીતે સિટી હૉસ્પિટલને પણ દવા આપે છે.