ETV Bharat / bharat

તુર્કી તહેશમહેશ, રાહદારી શેરીમાં વિસ્ફોટ થતા 6ના કરુણ મોત - રાહદારી શેરીમાં વિસ્ફોટ થતા 6ના કરુણ મોત

રશિયન મીડિયા આરટી દ્વારા અહેવાલ મુજબ, ઇસ્તંબુલમાં મધ્ય ઇસ્તિકલાલ રાહદારી શેરીમાં વિસ્ફોટ થયો હતો.(explosion in istanbul ) આ અકસ્માતમાં 6 વ્યક્તના મોત થયા છે, જ્યારે 53 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તુર્કી તહેશમહેશ, રાહદારી શેરીમાં વિસ્ફોટ થતા 6ના કરુણ મોત

author img

By

Published : Nov 14, 2022, 7:33 AM IST

તુર્કી (ઇસ્તંબુલ): તુર્કીના ઇસ્તંબુલના ભીડવાળા વિસ્તાર ઇસ્તિકલાલ એવન્યુમાં રવિવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે 53 લોકો ઈજાગ્રસ્ત થયા છે. (explosion in istanbul )ઈસ્તાંબુલના ગવર્નરે આ જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈસ્તાંબુલના ગવર્નર અલી યેરલિકાયાએ ટ્વિટર પર જણાવ્યું કે વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સાંજે 4.20 વાગ્યે થયો હતો અને આ ઘટનામાં 6 લોકો માર્યા ગયા હતા અને 53 ઈજાગ્રસ્ત થયા હતા.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી: વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. ઓનલાઈન પોસ્ટ કરાયેલા વિડીયોમાં આગની જ્વાળાઓ બહાર આવતી દેખાઈ હતી અને પછી જોરથી ધડાકો થયો હતો, લોકો ગભરાઈને દોડવા લાગ્યા હતા. અન્ય ફૂટેજમાં જોવા મળે છે કે એમ્બ્યુલન્સ, ફાયર એન્જિન અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા પર લોકોએ જણાવ્યું કે આ વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે.

ભીડવાળી શેરી: બ્રોડકાસ્ટર 'સીએનએન તુર્ક'ની માહિતી અનુસાર, એવેન્યુ એક ભીડવાળી શેરી છે, જે સ્થાનિકો અને પ્રવાસીઓમાં લોકપ્રિય છે. અહીં ઘણી દુકાનો અને રેસ્ટોરાં છે. 2015 અને 2017 ની વચ્ચે તુર્કીમાં ઘણા વિસ્ફોટ થયા હતા, જે ઇસ્લામિક સ્ટેટ અને ગેરકાયદે કુર્દિશ જૂથો સાથે જોડાયેલા છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને વિસ્ફોટને ઈસ્તાંબુલની મુખ્ય શેરીમાં હુમલો ગણાવતા કહ્યું કે છ લોકો માર્યા ગયા અને 53 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.