નવી દિલ્હીઃ 26 જુલાઈ 2023 લોકસભાની બેઠકમાં અધ્યક્ષે સદનને સૂચના આપી હતી કે સાંસદ અને લોકસભામાં કૉંગ્રેસ પાર્ટીના ગૌરવ ગોગોઈ તરફથી નોટિસ મળી છે જે અનુસાર આ સદન મંત્રી પરિષદમાં વિશ્વાસની કમી વ્યક્ત કરે છે. ગૌરવ ગોગોઈને સદનની પરવાનગી લેવાનો અનુરોધ કરવામાં આવ્યો.
કેવી રીતે સ્વીકારાયો પ્રસ્તાવઃ ગોગોઈએ પ્રસ્તાવ માટે સદનની અનુમતિ માંગી અને અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યોને પોતાના સ્થાન પરથી ઉભા થઈ હાથ ઊંચો કરીને પ્રસ્તાવ અંગે મત જણાવા કહ્યું. ઈન્ડિયા સંગઠનના સાંસદ ગણતરી માટે ઊભા થયા અને ગણતરી બાદ ઓમ બિરલાએ અવિશ્વાસ પ્રસ્તાવ સ્વિકાર કરી લીધો. પ્રસ્તાવ માટે 8 અને 9 ઓગસ્ટ તારીખ નક્કી કરવામાં આવી છે. આશા છે કે વડાપ્રધાન 10 ઓગસ્ટે જવાબ આપશે.
અવિશ્વાસ પ્રસ્તાવનું મહત્વ કેટલુંઃ મંત્રી પરિષદ સામુહિક રીતે નીચલા ગૃહને જવાબદાર છે. એક તો વડાપ્રધાનની સલાહ વિના કોઈને મંત્રી પરિષદમાં નામાંકિત કરવામાં આવતા નથી.
હારનો અર્થઃ ભારતના સંવિધાનના અનુચ્છેદ 75(3)ના આ સિદ્ધાંત અનુસાર મંત્રીપરિષદ સામુહિક રીતે લોકસભાને જવાબદાર રહેશે. જેનો અર્થ એ છે કે સરકારે ગૃહનો વિશ્વાસ ગુમાવ્યો તો રાજીનામુ આપવું પડશે. વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટની માંગ કરી સદનની રાય પારખી શકે છે.
અવિશ્વાસ લાવવા માટે સભ્યોનું સમર્થન જરૂરીઃ જો અધ્યક્ષની સલાહ હોય કે પ્રસ્તાવ યોગ્ય છે તો વોટિંગ થાય છે જો પક્ષમાં રેહવાવાળા સભ્યોની સંખ્યા 50 થાય તો અધ્યક્ષ પ્રસ્તાવ સ્વીકાર કરી લે છે.
પ્રસ્તાવ લાવવાની શરતોઃ (1) પ્રસ્તાવ બનાવવા માટે અધ્યક્ષ બોલાવે ત્યારે સભ્યોએ અનુમતિ માંગવી (2) પ્રસ્તાવ માંગનાર સભ્યએ લેખિતમાં અધ્યક્ષન પ્રસ્તાવ 10.00 વાગ્યા સુધી જમા કરાવવો.
ચર્ચાના અનેક મુદ્દાઃ અવિશ્વાસ પ્રસ્તાવ નોટિસમાં દર્શાવેલા આધારો સુધી મર્યાદિત હોતો નથી. સામાન્ય રીતે પ્રસ્તાવ રજૂ કરનાર દ્વારા સંદર્ભિત મામલાની પણ રજૂઆત કરવામાં આવે છે. જો સરકાર કોઈ મુદ્દે વિફળ રહી હોય તો તે મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવે છે.
પ્રસ્તાવ પર જવાબ આપવાનો અધિકારઃ પ્રસ્તાવ પર સભ્યો બોલે ત્યારબાદ વડાપ્રધાન સરકાર પર લગાવેલા આરોપોનો જવાબ આપે છે. પ્રસ્તાવ રજૂ કરવાવાળા જવાબ આપવાનો અધિકાર છે. પ્રસ્તાવ પર સદનના નિર્ણને નિર્ધારિત કરવા માટે પ્રત્યેક જરૂરી પ્રશ્ન તરત પુછે છે.
સ્વતંત્ર ભારતનો પહેલો અવિશ્વાસ પ્રસ્તાવઃ 1963માં ત્રીજી લોકસભા દરમિયાન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના નેતૃત્વવાળી સરકાર વિરૂદ્ધ આચાર્ય જેબી કૃપલાણી દ્વારા પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં 4 દિવસ સુધી 21 કલાક ચર્ચા ચાલી હતી જેમાં 40 સાંસદોએ ભાગ લીધો હતો.
નહેરૂનો પ્રત્યુત્તરઃ નહેરૂએ કહ્યું હતું કે, અવિશ્વાસનો પ્રસ્તાવ સરકારમાં પાર્ટીને દૂર કરવા અને તેની જગા લેવાનો છે. વર્તમાન ઉદાહરણમાં આ સ્પષ્ટ છે કે આવી કોઈ અપેક્ષા કે આશા નથી. તેથી ચર્ચા રોમાંચક અને કેટલાક મુદ્દે લાભદાયક પણ હતી. જોકે આ ચર્ચા થોડી અવાસ્તવિક પણ હતી. વ્યક્તિગતરૂપે મેં આ પ્રસ્તાવ અને તેની ચર્ચાનું સ્વાગત કર્યું છે. મેં અનુભવ્યું છે કે આપણે સમય સમય પર આવી ચર્ચા કરીશું તો તે આપણા માટે સારી બાબત છે.
એનડીએ વિરૂદ્ધ બીજો અવિશ્વાસ પ્રસ્તાવઃ 2014માં સત્તા સંભાળ્યા બાદ એનડીએ સરકાર બીજીવાર અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહી છે. પહેલો અવિશ્વાસ પ્રસ્તાવ 20 જુલાઈ 2018ના રોજ લાવવામાં આવ્યો હતો. આના જવાબમાં વડાપ્રધાને આગાહી કરી હતી કે 2024માં જીતવા માટે વિપક્ષ 2023માં અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે.