- મૃત્યુના 31 વર્ષ બાદ વસીયતનામા પર અમલ
- ન્યાયતંત્રની દુ:ખદ અને ભયંકર નિષ્ફળતા
- અરજી 31 વર્ષ પહેલાં દાખલ કરવામાં આવી હતી
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે મૃત મહિલાના વસીયતનામા પર અમલ કરવાની મંજૂરી આપતા આ કેસને 'ન્યાયતંત્રની દુ:ખદ અને ભયાનક નિષ્ફળતા' ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ સંદર્ભે એક અરજી 31 વર્ષ પહેલાં દાખલ કરવામાં આવી હતી.
અરજી 31 વર્ષ પહેલાં દાખલ કરવામાં આવી હતી
ન્યાયાધીશ ગૌતમ પટેલે 10 માર્ચે મહિલાના ચાર બાળકો દ્વારા દાખલ કરેલી અરજી પર ચુકાદો આપ્યો હતો. અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ રહેવા દરમિયાન ચારમાંથી બે બાળકોનું મોત થયાં હતા. અન્ય બે અરજદારો 80 વર્ષની ઉમર પાર કરી ગયા છે.
કેસ અંગે કોર્ટે અફસોસ વ્યક્ત કર્યો
ઓર્ડરની નકલ રવિવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી. કોર્ટે અફસોસ વ્યક્ત કર્યો કે, કોઈએ આ અરજીને પડકાર્યો નહીં તેમ છતાં તે ત્રણ દાયકા સુધી પેન્ડિંગ રહી.
આ પણ વાંચો: કંગનાની ઓફિસમાં BMCની કાર્યવાહી અંગેની સુનાવણી 22 સપ્ટેમ્બર સુધી મુલતવી
રસુબાઈ ચિનોયનું ઓક્ટોબર 1989માં અવસાન થયું હતું
હાઈકોર્ટના આદેશ મુજબ, વસીયતનામું શહેરના રહેવાસી રસુબાઈ ચિનોય સાથે સંબંધિત છે, જેનું ઓક્ટોબર 1989માં અવસાન થયું હતું. તેમણે 1980 માં એક વસીયત બનાવી હતી, જે મુજબ તેમણે મુંબઇના મસ્જિદ બુંદેર વિસ્તારમાં આવેલી સંપત્તિ સહિતની તમામ સંપત્તિ તેની માસીના નામે સ્થાપિત કરી દાનમાં આપવાની જાહેરાત કરી હતી.
મૃત્યુના 31 વર્ષ બાદ વસીયતનામા પર અમલ
ચિનોયને પાંચ બાળકો હતા, જેમાંથી એક પાકિસ્તાનના કરાચીમાં રહે છે. ચિનોયના મૃત્યુ બાદ તેના અન્ય ચાર બાળકોએ કોર્ટમાં દાવો કર્યો અને કહ્યું કે તેઓ વસીયતનામાને પડકારવા માંગતા નથી. તેથી અદાલતે તેને અમલમાં મૂકવાની મંજૂરી આપવી જોઈએ, જેથી સંપત્તિ ચેરિટીના નામે થઈ શકે.
આ પણ વાંચો: રિચા ચઢ્ઢાએ પાયલ ઘોષ વિરુદ્ધ કરેલા માનહાનિ કેસને બૉમ્બે હાઈકોર્ટે સ્થગિત કર્યો
ન્યાયતંત્રની દુ:ખદ અને ભયંકર નિષ્ફળતા
રજિસ્ટ્રીએ કહ્યું કે, વસીયતની ન તો ચકાસણી થઈ છે અને ન તો સાક્ષીઓએ તેના પર સહી કરી છે. તેથી તે ઉત્તરાધિકાર એક્ટ 1925ની કલમ 63 અનુસાર નથી. તેને માન્ય વસીયત તરીકે ગણી શકાય નહીં.