ETV Bharat / bharat

51 day of Manipur violence: મણિપુરમાં અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઈફલ્સ વચ્ચે ગોળીબાર - EXCHANGE OF FIRING BETWEEN UNKNOWN GUNMEN

ગુરુવારે સવારે 5 વાગ્યે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ઉત્તર બોલઝાંગમાં અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે ગોળીબારના સમાચાર હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને બંદૂકધારીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

EXCHANGE OF FIRING BETWEEN UNKNOWN GUNMEN AND ASSAM RIFLES IN MANIPUR VIOLENCE

author img

By

Published : Jun 22, 2023, 2:27 PM IST

Updated : Jun 22, 2023, 2:39 PM IST

ઇમ્ફાલ: મણિપુરમાં 3 મેથી શરૂ થયેલી હિંસાના 50 દિવસ પૂર્ણ થયા છે પરંતુ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. તાજા સમાચાર એ છે કે મણિપુરમાં અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઈફલ્સ વચ્ચે ગોળીબાર થયો છે. ગુરુવારે સવારે 5 વાગ્યે મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ઉત્તર બોલઝાંગમાં અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઇફલ્સના જવાનો વચ્ચે ગોળીબાર થયો હોવાનું જાણવા મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે અને બંદૂકધારીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.

અજાણ્યા બંદૂકધારીઓ અને આસામ રાઈફલ્સ વચ્ચે ગોળીબાર: સૂત્રોએ જણાવ્યું કે બુધવારે સાંજે લગભગ 5.45 વાગ્યાની આસપાસ, ઇમ્ફાલ પૂર્વ જિલ્લામાં YKPIની ઉત્તરે આવેલા ઉરંગપત નજીક પણ સ્વયંસંચાલિત નાના હથિયારોથી ગોળીબારના અવાજો સંભળાયા હતા. સાંજના 5.30 વાગ્યે હરોથેલ તરફ બે દિશામાંથી અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા ઉશ્કેરણી વગરના ગોળીબારના અહેવાલો પણ મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સાંજે લગભગ 7.30 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે મહિલા કાર્યકર્તાઓ દ્વારા સાવનબુંગ-વાયકેપીઆઈ રોડને ઘણી જગ્યાએ બ્લોક કરી દેવામાં આવ્યો હતો.

કોંગ્રેસે સીએમ બિસ્વા સરમા પર ગંભીર આરોપ લગાવ્યા: કોંગ્રેસ પાર્ટીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટીનો આરોપ છે કે સરમાના કુકી આતંકવાદીઓ સાથે સંબંધો છે. જો કે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આસામના રાજ્ય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ મીરા બોરઠાકુર ગોસ્વામીએ સરમા પર આ આરોપો લગાવ્યા છે. બોરઠાકુરે આરોપ લગાવ્યો છે કે 2017માં મણિપુર વિધાનસભા ચૂંટણી દરમિયાન સરમાએ કુકી આતંકવાદીઓની મદદ લીધી હતી.

મણિપુરમાં 3 મેથી હિંસા ચાલુ: મણિપુરમાં 3 મેથી હિંસા ચાલુ છે. અત્યાર સુધીમાં 110 લોકોના મોત થયા છે. 50 હજારથી વધુ લોકો કેમ્પમાં રહેવા મજબૂર છે. નાગા અને કુકી સમુદાયો વચ્ચે પરસ્પર વિશ્વાસની ખાઈ બંધ થવાને બદલે વધી રહી છે. આવી સ્થિતિમાં હવે ઘણા લોકો રાષ્ટ્રપતિ શાસનની પણ માંગ કરવા લાગ્યા છે. જો કે, આમ કરવું ભાજપ સરકાર માટે 'આત્મઘાતી' સાબિત થશે, કારણ કે રાજ્યમાં ભાજપની સરકાર છે.

  1. Manipur Violence : ઇમ્ફાલ ઘાટીમાં તોફાનીઓએ કરેલા ગોળીબારમાં સેનાનો જવાન ઇજાગ્રસ્ત
  2. Manipur Violence: ઉગ્રવાદીઓના ટોળાએ આ દિગ્ગજ નેતાના નિવાસસ્થાને પેટ્રોલ બોમ્બ ફેંક્યા

Last Updated : Jun 22, 2023, 2:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.