અમદાવાદ : રાજ્યમાં હાલમાં પરીક્ષાની સીઝન ચાલી રહી છે. તમામ સ્કુલ કોલેજોમાં હાલમાં પરીક્ષાઓ યોજાઇ(Exam Date Declare) રહી છે. GTU દ્વારા તેમના અંતર્ગત યોજાનારી પરીક્ષાની તારીખો જાહેર કરવામાં(GTU announces exam schedule) આવી છે. 31 મે થી GTU દ્વારા યુજી, પીજી અને ડિપ્લોમા ઇજનેરીની પરીક્ષાઓ યોજશે.
આ પણ વાંચો - Exam Fever 2022: CUTE, NEET-UG 2022 ની પરીક્ષા અને પરિણામની માહિતી પર એક નજર...
31 મે થી થશે પ્રારંભ - ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની 31 મે થી વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થશે. જેમાં યુજી, પીજી અને ડિપ્લોમા ઇજનેરીના 1.60 લાખ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યા છે. આ પરીક્ષા અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ સહિત 350થી વધુ કેન્દ્રો પર યોજાશે.
આ પણ વાંચો - Exam Fever 2022 : GUCETનું પરિણામ ટૂંક સમયમાં થશે જાહેર, આ રીતે કરી શકશો ચેક
ગેરરીતેને ડામમા માટે ટીમ કરાઇ તૈયાર - ઓફલાઇન પરીક્ષા માટે તમામ પ્રકારની તકેદારીઓ રાખવામાં આવશે. કોરોનાને કારણે જૂન સુધી ચાલનારી આ પરીક્ષાનું પરિણામ 45 દિવસની અંદર જાહેર કરી દેવામાં આવશે. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તેના માટે થઇને પુરી તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે.
આ કારણોસર પરીક્ષા પાછી જઇ શકે છે - ગરમીના કારણે પરીક્ષાર્થીઓ હેરાન ન થાય તેના માટે થઇને પણ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જો ગરમીમાં વધારો થતો જોવા મળશે તો પરીક્ષા પાછી ઠેલાવાની પણ શકયતાઓ સેવાઇ રહી છે. તેમજ 31 મે થી શરૂ થનારી પરીક્ષાને લઈને પરીક્ષા વિભાગ દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી લીધી છે.